ETV Bharat / international

પાકિસ્તાનમાં કોરોના વાઇરસના 2.55 લાખથી વધુ કેસ, કુલ 5386 લોકોના મોત

author img

By

Published : Jul 15, 2020, 5:29 PM IST

પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના 2,165 નવા કેસ નોંધાયા હતા. જે બાદ બુધવારે દેશમાં વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,55,769 થઈ ગઈ છે.

પાકિસ્તાનમાં કોરોના વાઇરસના 2.55 લાખથી વધુ કેસ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 2,165 નવા કેસ નોંધાયા હતા. જે બાદ બુધવારે દેશમાં આ વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,55,769 પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયે જણાવ્યું છે કે, દેશભરની વિવિધ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાંથી 1,72,810 દર્દીઓને રજા આપવામાં આવી છે.

મંત્રાલયે કહ્યું કે, સંક્રમણના કારણે વધુ 67 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક 5,386 પર પહોંચી ગયો છે. દેશમાં હાલમાં 77,573 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિંધમાં સૌથી વધુ ચેપના 1,07,773 કેસ નોંધાયા છે.

આ પછી ખૈબર-પખ્તૂનખ્વામાં 31001, ઇસ્લામાબાદમાં 14315, બલુચિસ્તાનમાં 11239, ગિલગિટ-બાલ્તિસ્તાનમાં ૧,708 અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 1,688 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 21,749 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ચેપ સંબંધિત કુલ 16,27,939 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોવિડ-19 દર્દીઓની સારવાર દેશભરની 733 હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે, જેમાંથી કુલ 3,727 ચેપગ્રસ્ત દર્દીઓ દાખલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.