- પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટની કાર્યવાહી
- 2011માં મુંબઈમાં થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઈદ
- જમાત-ઉદ-દાવાના બે પ્રવક્તાને 32 વર્ષની સજા
- આતંકી ફંડિંગ કેસ મામલે સજા
લાહોર: પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટ દ્વારા આતંકવાદીઓને થતા ફંડિંગ કેસ મામલે હાફિઝ સઈદની આગેવાની હેઠળના જમાત-ઉદ-દાવાના બે પ્રવક્તાને 32 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
2011માં મુંબઈમાં થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ
ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદ 2011 માં મુંબઇમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે. અદાલતે ફંડિંગ કેસમાં સઈદના સબંધી સહિત જમાત-ઉદ-દાવાના અન્ય બે નેતાઓને પણ દોષી જાહેર કર્યા છે.
એન્ટી ટેરરિઝમ કોર્ટની કાર્યવાહી
તેના અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિઝમ કોર્ટના ન્યાયાધીશ એજાઝ અહમદ બુત્તારે જમાત-ઉદ-દાવાના પ્રવક્તા યાહ્યા મુજાહિદને 32 વર્ષની સજા સંભળાવી હતી. તે જ સમયે, પ્રોફેસર ઝફર ઇકબાલ અને પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી (સઈદના સંબંધીઓ) ને બે કેસમાં અનુક્રમે 16 અને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
જમાત-ઉદ-દાવાના અન્ય બે નેતાઓ પર આરોપ
તેમણે કહ્યું કે, ફંડિંગ કેસ મામલે અન્ય બાબતોમાં જમાત-ઉદ-દાવાના અન્ય બે નેતાઓ અબ્દુલ સલામ બિન મોહમ્મદ અને તુકમાન શાહ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. કોર્ટે ફરિયાદીને 16 નવેમ્બરના રોજ તેના સાક્ષીઓ રજૂ કરવા જણાવ્યું હતું.