ETV Bharat / international

કુલભૂષણ જાદવ કેસઃ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં 3 ઓગસ્ટે સુનાવણી - કુલભૂષણ જાદવ કેસ

ઇસ્લામાબાદ હાઇકોર્ટ કુલભૂષણ જાદવની મોતની સજાના કેસમાં ત્રણ ઓગસ્ટે સુનાવણી કરશે. પાકિસ્તાની સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (સમીક્ષા તેમજ પુનર્વિચાર) અધ્યાદેશ 2020ને સંસદમાં મંજૂરી માટે રજૂ કર્યો હતો. આ અધ્યાદેશ જાદવ માટે પોતાની વિરૂદ્ધ સજાને ચેતવણી આપતો રસ્તો સાફ કરે છે.

Kulbhusan Jadhav
Kulbhusan Jadhav
author img

By

Published : Jul 31, 2020, 7:41 AM IST

ઇસ્લામાબાદઃ IHC (ઇસ્લામાબાદ હાઇકોર્ટ) એ ભારતીય નાગરિક કુલભૂષણ જાદવની મોતની સજાના કેસમાં સંઘીય સરકાર દ્વારા પ્રસ્તુત અરજી પર સુનાવણી માટે એક બૅન્ચનું ગઠન કરવામાં આવ્યું છે. ત્રણ ઓગસ્ટે તેની સુનાવણી થશે.

પાકિસ્તાની સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અધ્યાદેશ 2020ને સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ અધ્યાદેશ જાદવ માટે પોતાની વિરૂદ્ધ સજાની ચેતવણીનો રસ્તો સાફ કરે છે.

આ વટહુકમ હેઠળ સંઘીય સરકારે જાદવ માટે એક કાયદાકીય પ્રતિનિધિ નિયુક્ત કર્યો છે જે ઇસ્લામાબાદ હાઇકોર્ટ સમક્ષ કેસને રજૂ કરશે. મુખ્ય ન્યાયાધીશ અતહર મિનાલા, જાદવ મામલાની અરજી પર સુનાવણી કરશે અને તે બૅન્ચના પ્રમુખ પણ હશે.

સંઘીય સરકારે 22 જૂલાઇએ આઇએચસીને કહ્યું હતું કે, જાદવ કથિત ભારતીય જાસૂસ છે અને તે કથિત રીતે પાકિસ્તાનમાં કેટલાય આતંકીઓની ગતિવિધિઓમાં સામેલ છે. સરકારે જણાવ્યું હતું કે, જાદવે પોતાની મોતની સજા વિરૂદ્ધ અરજી દાખલ કરવાની મનાઇ કરી છે. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે, જાદવ ભારતની સહાયતા વગર જ પાકિસ્તાનમાં વકીલ નિયુક્ત કરી શકશે નહીં.

આ અરજી અનુસાર જાદવે પોતાની સજા વિરૂદ્ધ અરજી દાખલ કરવાની મનાઇ કરી છે, જ્યારે નવી દિલ્હી પણ અધ્યાદેશ હેઠળ સુવિધાનો લાભ મેળવવા ઇચ્છુક નથી.

આ પગલું ત્યારે સામે આવ્યું જ્યારે સંઘીય સરકારે જાદવ મામલે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અધ્યાદેશ 2020 રજૂ કર્યો, જેથી પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીના માધ્યમથી મંજૂરી મળી અને તેને સીનેટમાં (ઉપરી સદન) રજૂ કરવા માટે સરકારે કમર કસી હતી.

વિપક્ષી દળ અધ્યાદેશ વિરૂદ્ધ ઉભેલા જોવા મળી રહ્યા છે. તેમણે દેશમાં આતંકવાદમાં સામેલ રહેલા ભારતીય જાસૂસને ખુલ્લું સમર્થન આપવાનો વિરોધ કર્યો છે.

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના (પીપીપી) નેતા બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે, સરકારે એક અધ્યાદેશ પારિત કર્યો છે, જે પાકિસ્તાનની હિરાસતમાં ભારતીય જાસૂસને ફાયદો પહોંચાડશે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશીએ કહ્યું કે, અધ્યાદેશને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય અનુસાર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમાં કાઉન્સિલ એક્સેસ પહોંચાડવી અને જાસૂસ માટે અપીલના અધિકારની આવશ્યક્તા છે.

વધુમાં તેમણે કહ્યું કે, ભારત આપણને ફરીથી આઇસીજેમાં ધકેલવા માગે છે, પરંતુ આપણે પાકિસ્તાન વિરૂદ્ધ ભારતના કોઇ પણ પ્રયાસને નિષ્ફળ કરવા માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના બધા નિર્દેશોનું પાલન કર્યું છે, પરંતુ વિપક્ષી દળનો દાવો છે કે, સરકાર જાદવને છૂટ આપવાનો પ્રયાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.