- નેપાળના વિદેશ પ્રધાનનું ખડકાએ 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કર્યું સંબોધન
- વિશ્વ પર નેપાળનો દૃષ્ટિકોણ "બધા સાથે મિત્રતા અને કોઈ સાથે દુશ્મનાવટ નહીં"
- નેપાળની વિદેશ નીતિ પ્રબુદ્ધ પુત્ર ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રેરિત
સંયુક્ત રાષ્ટ્ર : નેપાળના નવા વિદેશ પ્રધાન નારાયણ ખડકા (External Affairs Minister Narayan Khadka)એ 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં જણાવ્યું હતું કે, નેપાળની તેના બે પડોશીઓ ભારત અને ચીન સાથેની મિત્રતા તેની વિદેશ નીતિ ( Nepal Foreign policy) માટે "સૌથી મહત્વપૂર્ણ" છે. સામાન્ય સભાની સામાન્ય ચર્ચાના છેલ્લા દિવસે સોમવારે ખડકાએ કહ્યું હતું કે, વિશ્વ પર નેપાળનો દૃષ્ટિકોણ "બધા સાથે મિત્રતા અને કોઈ સાથે દુશ્મનાવટ નહીં" ના સિદ્ધાંત પર આધારિત છે.
ભારત અને ચીન સાથેની અમારી મિત્રતા
તેમણે વધુમાં કહ્યું હતું કે, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની આગેવાની હેઠળની સરકાર "સાર્વભૌમ સમાનતા, પરસ્પર આદર અને સામાન્ય હિત પર આધારિત વિદેશ નીતિ અપનાવવા માટે પ્રતિબદ્ધ છે અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ મૈત્રીપૂર્ણ દેશો સાથે સંવાદ જાળવી રાખે છે." ખડકાએ કહ્યું હતું કે, "અમારા બે પડોશીઓ ભારત અને ચીન સાથેની અમારી મિત્રતા અમારી વિદેશ નીતિને આગળ વધારવા માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ નીતિ નેપાળના પ્રબુદ્ધ પુત્ર ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રેરિત શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના પાંચ સિદ્ધાંતો, પંચશીલ પર આધારિત છે,"
તમામ મોરચે અભૂતપૂર્વ પડકારો
ઉલ્લેખનીય છે કે, ખડકાને 22 સપ્ટેમ્બરના રોજ નેપાળના વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય સંબંધો માટે બ્લુપ્રિન્ટ તરીકે આ સિદ્ધાંતોની સુસંગતતા હાલના સંદર્ભમાં અત્યંત મહત્વ ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંતો અને ઉદ્દેશો, બિન-ગોઠવણી, આંતરરાષ્ટ્રીય કાયદો અને વિશ્વ શાંતિના ધોરણો અમારી વિદેશ નીતિનો આધાર છે." ખડકાએ મહાસભામાં કહ્યું કે, 'આપણે મુશ્કેલ સમયમાં છીએ'. તેમણે કહ્યું કે, શીતયુદ્ધ પછીના યુગમાં ભૂ-રાજકારણ અને ભૂ-અર્થશાસ્ત્રમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે, જેણે તમામ મોરચે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે.
એશિયાનું અર્થતંત્ર ચીન અને ભારત પર નિર્ભર
“વિશ્વનું આર્થિક કેન્દ્ર નિર્ણાયક રીતે એશિયા તરફ વળી રહ્યું છે. એશિયાનું અર્થતંત્ર ચીન અને ભારતના આર્થિક વિકાસ પર કેન્દ્રિત છે. આ સાથે વિશ્વ વધુ જટિલ અને ધ્રુવીકરણ થઈ રહ્યું છે. વિશ્વના તમામ દેશો આતંકવાદથી લઈને આબોહવા પરિવર્તન, ખાદ્ય સુરક્ષા, સામૂહિક સ્થળાંતર, રાજકીય કટ્ટરવાદ અને ઉગ્રવાદ જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે. ખડકાએ કહ્યું હતું કે, આ તમામ પરિબળોની સામૂહિક અસરને કારણે, 'અમે શંકા અને અનિશ્ચિતતા વચ્ચે નવી રીતે જીવન જીવી રહ્યા છીએ. આપણે વિશ્વના વિવિધ ભાગોમાં સંઘર્ષ જોઈ રહ્યા છીએ. આ દેશો કરતાં તેમના પોતાના આંતરિક સંઘર્ષો છે. તેણે ઓળખની રાજનીતિને પ્રોત્સાહન આપ્યું છે. દેશો નશ્લ, જાતિ, લિંગ અને ધર્મના આધારે વધુને વધુ વિભાજિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો: