વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડની વડા પ્રધાન જેસિંડા આર્ડને એક ચોંકાવનારા ઘટનાક્રમમાં ભૂકંપ દરમિયાન પણ ટીવી ઇન્ટરવ્યુ શરુ રાખ્યું હતું. ઇન્ટરવ્યુર રયાન બ્રિઝે વચ્ચે અટકાવીને જણાવ્યું કે, રાજધાની વેલિંગટનમાં સંસદ પરિસરમાં શું થઇ રહ્યું છે.
આર્ડને કહ્યું કે,'રયાન અહીં ભૂકંપ આવ્યો છે, આપણને થોડા થોડા ઝાટકાનો અનુભવ થયો છે.' તેમણે રુમમાં બંને બાજૂ જોતા કહ્યું- તમે મારી પાછળ વસ્તુઓને ધ્રુજતા જોઇ શકો છો.
ન્યુઝીલેન્ડ પ્રશાંત મહાસાગરના 'રીંગ ઓફ ફાયર' ક્ષેત્રમાં આવે છે અને વારંવાર ભૂકંપના કારણે અસ્થિર ટાપુ તરીકે ઓળખાય છે.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર સોમવારે ધરતીકંપની તીવ્રતા 5.6 હતી અને તેનું કેન્દ્ર ઉત્તરપૂર્વ વેલિંગ્ટનથી 100 કિલોમીટરના અંતરે સમુદ્રની ઉંડાઈમાં હતું.
જોકે, જાન-માલને કોઈ મોટું નુકસાન થયું હોવાના અહેવાલ નથી.
આર્ડર્ને ઇન્ટરવ્યૂ ચાલુ રાખ્યો અને ઇન્ટરવ્યુઅરને કહ્યું કે, ભૂકંપ ઓછો થઈ ગયો છે. તેણે કહ્યું, 'અમે બરાબર છીએ. મારા પરની લાઇટે ધ્રુજવાનું બંધ કર્યું છે. મને લાગે છે કે, હવે હું એક નક્કર માળખા હેઠળ બેઠો છું.