બેઇજિંગ/નાનિંગ: ચીનના એક ટોચના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, ક્રેશ થયેલા પ્લેનમાં (Plane Crash In China) સવાર 132 લોકો માંથી હજુ સુધી કોઈ પણ જીવિત મળ્યું નથી. એક દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટના બાદ ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ છે. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સની યુનાન શાખાના અધ્યક્ષ સન ઝિઇંગે મંગળવારે રાત્રે એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: Plane Crash In China : ચીનમાં પ્લેન થયું ક્રેશ, વિમાનમાં સવાર 132 લોકોની બચવાની શક્યતા ઓછી
બોઈંગ 737 થયું ક્રેશ : ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જઈ રહેલું બોઈંગ 737 (Plane Crash In China) પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. સેંકડો બચાવ કાર્યકર્તાઓ આ દૂરના પર્વતીય વિસ્તારમાં રાહત કાર્યમાં રોકાયેલા છે અને આ પ્રયાસો વચ્ચે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ગુઆંગસી પ્રાંતની રાજધાની નાનિંગમાં પ્લેન ક્રેશ પર પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં સુને જણાવ્યું કે ક્રેશ થયેલા પ્લેનના બ્લેક બોક્સની શોધ ચાલુ છે. મોટાભાગની રાહત અને બચાવ કામગીરી ત્યાંથી જ કરવામાં આવી રહી છે.
અકસ્માતના કારણની પુષ્ટિ થઈ નથી : રાજ્ય સમાચાર સમિતિ શિન્હુઆના સમાચાર અનુસાર સુને જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ 123 મુસાફરોના પરિવારનો અકસ્માતના 24 કલાકની અંદર સંપર્ક કરવામાં આવ્યો હતો. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારી ઝુ તાઓએ જણાવ્યું હતું કે, અકસ્માતના કારણની તાત્કાલિક પુષ્ટિ થઈ નથી અને કારણની તપાસ કરવી મુશ્કેલ છે. ઝુએ કહ્યું કે, હાલમાં તપાસ ટીમ સંપૂર્ણ પ્રક્રિયા સાથે મામલાની તપાસ કરી રહી છે અને રાહત અને બચાવ કર્મચારીઓ બ્લેકબોક્સની શોધમાં સ્થળ પર છે.
ક્રેશ સાઇટ પર પ્લેનનો કાટમાળ અને કેટલીક સામાન મળી : ટીમ એરક્રાફ્ટ રિપેર, એર ટ્રાફિક કંટ્રોલ, હવામાનશાસ્ત્ર, ડિઝાઈન અને એરક્રાફ્ટનું નિર્માણ વગેરે જેવા અન્ય પાસાઓની પણ સંપૂર્ણ તપાસ કરશે. અધિકારીએ કહ્યું કે, પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાસનને હજુ સુધી પેસેન્જર પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. રાજ્ય પ્રસારણકર્તા CGTN એ અહેવાલ આપ્યો છે કે તેંગક્સિન કાઉન્ટીના વુઝોઉ શહેરમાં ક્રેશ સાઇટ પર પ્લેનનો કાટમાળ અને કેટલીક સામાન મળી આવી હતી, પરંતુ કોઈ પણ જીવિત મળ્યું નથી.
આ પણ વાંચો: plane crash in China: ચીનમાં બોઈંગ 737 પ્લેન ક્રેશ, 133 લોકો હતા સવાર
132 લોકો માંથી હજુ સુધી કોઈ જીવિત મળ્યું નથી : સરકારી ટીવીના સમાચાર મુજબ 'પહાડી વિસ્તારમાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે અને વિમાનમાં સવાર લોકો હજુ મળ્યા નથી.' બચાવ કામગીરી અંગેના પ્રશ્નોના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મંગળવારે બેઇજિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ વિમાન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું કે, અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન મંગળવારે રાત્રે 2,000 રાહત અને બચાવ કર્મચારીઓ રોકાયેલા સાથે બચાવ કામગીરી ચાલુ રહી હતી.