ETV Bharat / international

UNમાં ચીને બદલ્યો રંગ, કહ્યું- ચીન કોઈની સાથે યુદ્ધ કરવા નથી માગતું - સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શી જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મંગળવારે સંબોધન કરતા સમયે ભારપૂર્વક કહ્યું કે, ચીન કોઈ પણ દેશ સાથે કોઈ પણ પ્રકારનું યુદ્ધ લડવા નથી માગતું. એક બાજુ ચીન તરફથી આવું નિવેદન આવી રહ્યું છે બીજી તરફ ચીન લોકોને અંધારામાં રાખીને તે LAC પર અનેક વિવાદોને હવા આપી રહ્યું છે. જ્યારે દક્ષિણી ચીન સાગરમાં તેની ગેરવર્તણૂક અને અવળચંડાઈથી અનેક દેશ હેરાન છે. આ ઉપરાંત ચીન તેના અનેક પાડોશી દેશ માટે મુશ્કેલીઓ ઊભું કરી રહ્યું છે.

યુએનમાં ચીને બદલ્યો રંગ, કહ્યું ચીન કોઈની સાથે યુદ્ધ કરવા નથી માગતુ

author img

By

Published : Sep 23, 2020, 3:28 PM IST

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મંગળવારે સંબોધન કરતા સમયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાનો શૂર બદલી નાખ્યો છે. ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું, ચીન કોઈ પણ દેશ સાથે યુદ્ધ લડવા માગતુ નથી તેમ જ અમે તો અનેક સમસ્યાઓનું સમાધાન લાવવા માટે વાતચીત કરવા પણ તૈયાર છીએ.

જિનપિંગે ભલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભલે એમ કહ્યું કે અમે યુદ્ધ કરવા નથી માગતા પણ તેનો અસલી રંગ તો કંઈક બીજો જ છે. એક તરફ ચીન યુએનમાં પોતાની છાપ સુધારવા અને લોકો સામે સારૂ થવા માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યું છે બીજી તરફ ચીન લોકોને અંધારામાં રાખીને એલએસી પર અનેક વિવાદોને હવા આપી રહ્યું છે. ચીનની ગેરવર્તણૂક અને અવળચંડાઈથી તેના અનેક પાડોશી દેશ પણ હેરાન થઈ ગયા છે. આ તમામ અવળચંડાઈથી ચીનનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અત્યારે પણ એલએસી પર ચીન સાથે ઘર્ષણ થવાનો ખતરો ઓછો નથી થયો. ચીન હજી પણ ભારત સાથે વારંવાર ઘર્ષણ કરવાની કોશિશ કરી રહ્યું છે. દક્ષિણી ચીન સાગરમાં ચીન પોતાની દાદાગીરીથી ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા અને વિયેતનામ સહિત અનેક દેશને હેરાન કરી રહ્યું છે. હાલમાં અમેરિકાએ એસસીએસમાં ચીનને આક્રમક જવાબ આપવા માટે અનેક ગતિવિધિઓ તેજ કરી દીધી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કોરોના વાઈરસને લઈને વાત કરતા જિનપિંગે કહ્યું કે, કોવિડ-19 સામે લડતા સમયે દરેક દેશે પોતાના નાગરિકો અને તેમની જિંદગીને સૌથી ઉપર રાખવું જોઈએ. ચીને પોતાનો બચાવ કરતા કહ્યું કે, કોરોના મહામારીને લઈને રાજનીતિ અથવા કલંકિત કરતી અનેક કોશિશને નાબૂદ કરી દેવી જોઈએ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઈરસને અંકુશમાં લાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. જે કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. તે ચીનના વુહાન શહેરની જ દેન છે. માનવામાં આવે છે કે, ચીનની સરકારે કોરોના વાઈરસને લગતી અનેક માહિતી લોકોથી છુપાવી રાખી, જેનાથી ખૂબ જ ઘાતક પરિસ્થિતિનું નિર્માણ થયું અને કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો તેમ જ અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ચીન સરકારની બેદરકારી અને મૌન વિશ્વમાં કોરોના વાઈરસના ફેલાવવાનું એક મુખ્ય કારણ છે.

સામાન્ય સભા 22થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. કોરોનાની વેક્સિન ઉપર બોલતા જિનપિંગે કહ્યું કે, ચીન કોરોનાની વેક્સિન તૈયાર કરવા ઉપર કામ કરી રહ્યું છે. હાલમાં કોરોનાની વેક્સિન ફેઝ-3માં પહોંચી ગઈ છે. જ્યારે આ વેક્સિન તૈયાર થઈ જશે ત્યારે ચીન સમગ્ર વિશ્વને આ વેક્સિન પહોંચાડશે. જ્યારે વિકસિત દેશોને આ વેક્સિન પહેલા પહોંચાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.