ETV Bharat / international

દેશમાં કોરોનાના કેસ વધતા 11થી 28 એપ્રિલ સુધી ભારતીયો માટે ન્યૂઝીલેન્ડમાં 'નો એન્ટ્રી'

દેશમાં કોરોનાના વધતા જતા કેસની આડઅસર દેખાવા લાગી છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ભારતથી આવતા લોકોને પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

ન્યૂઝીલેન્ડમાં
ન્યૂઝીલેન્ડમાં
author img

By

Published : Apr 8, 2021, 2:47 PM IST

  • ભારતમાં કોરોનાના વધતા જતા કેસને લઈને ન્યૂઝીલેન્ડ સરકારનો નિર્ણય
  • 11થી 28 એપ્રિલ સુધી કોઈ ભારતીય નાગરિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ નહિ કરી શકે
  • આ સમય દરમિયાન ન્યૂઝીલેન્ડના પણ એકેય નાગરિક સ્વદેશ પરત નહિ ફરી શકે

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ભારતથી આવતા લોકોને પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દિવસો દરમિયાન ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ તેમના દેશ પરત ફરી શકશે નહિ. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને જાહેરાત કરી છે કે, 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ભારતથી આવતા લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ નિયમો 11 એપ્રિલના રોજ ન્યુઝીલેન્ડમાં સાંજે 4 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો: જર્મનીના રાષ્ટ્રપતિએ કોરોનાની વેક્સિન લીધી

ભારતના વેક્સિન ઉત્પાદક દ્વારા વેક્સિન પહોંચાડવામાં વિલંબની ફરિયાદ

ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થવાની સાથે સાથે વિશ્વવ્યાપી વેક્સિનના પુરવઠા પર પણ કટોકટી સર્જાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પ્રોગ્રામ દ્વારા ભારતના એક વેક્સિન ઉત્પાદક પાસેથી સપ્લાયના નવ કરોડ ડોઝ મેળવવામાં વિલંબ થયો હોવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે વિશ્વના સેંકડો નીચા અને મધ્યમ આવકવાળા દેશોના વેક્સિનેશન પ્રોગ્રામને અસર કરશે.

આ પણ વાંચો: ફ્રાન્સમાં કોરોનાના કારણે 3 અઠવાડિયા સુધી સ્કૂલો બંધ રહેશે

ભારતમાં વધતા કેસને કારણે વિલંબ હોઈ શકે

સંયુક્ત રાષ્ટ્ર સમર્પિત પ્રોગ્રામ 'ગાવી'એ ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના વધતા જતા કેસના કારણે આ વિલંબ થયો હોઈ શકે છે. જેના કારણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સિનની માગ વધશે. કોવેક્સ પ્રોગ્રામ હેઠળ CII એક મહત્વપૂર્ણ વેક્સિન ઉત્પાદક સંસ્થા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.