ETV Bharat / international

કોરોના વાઇરસને પછાડવા ન્યૂઝિલેન્ડ સફળતાના માર્ગે આગળ વધી રહ્યું છે - લોકડાઉન

કોરોના વાઇરસની સામે એક બાજુએ વિશ્વની મહાસત્તાઓ હાંફી ગઇ છે જ્યારે બીજી બાજુ ન્યૂઝિલેન્ડ જેવો દેશ આ વાઇરસને પછાડવા સફળતાના માર્ગે આગળ વધી રહ્યો છે, અને આ સફળતાનું તમામ શ્રેય તેના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેનને ફાળે જાય છે. તેમની ક્ષમતા અને દીર્ઘદૃષ્ટિએ ન્યૂઝિલેન્ડને કોરોના મહામારીમાંથી ઉગારી લીધું છે. એક બાજુ તે લોકડાઉનના નિયમોનું અત્યંત કડક રીતે પાલન કરાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ તે પોતે લોકોની સારસંભાળ રાખી રહ્યા છે.

ો
કોરોના વાઇરસને પછાડવા ન્યૂઝિલેન્ડ સફળતાના માર્ગે આગળ વધી રહ્યું છે
author img

By

Published : Apr 16, 2020, 4:35 PM IST

ન્યુઝ ડેસ્કઃ ન્યૂઝિલેન્ડમાં કોવિડ-19નો સૌ પ્રથમ કેસ 28 ફેબ્રુઆરીએ નોંધાયો હતો. ઇરાનથી મુસાફરી કરીને આવેલી એક મહિલાને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. આ ઘટના સાંભળતાની સાથે જ જેસિન્ડા તાત્કાલિક સચેત થઇ ગયા હતા અને તદાનુસાર પગલાં લેવાનું શરૂં કરી દીધું હતું. તેમણે સૌ પ્રથમ એવો નિર્ણય લીધો કે આંતરરાષ્ટ્રીય મુસાફરોને સીધા કોરેન્ટાઇન સેન્ટરોમાં મોકલી આપવામાં આવે. તે સાથે તેમણે અધિકારીઓને થોડા દિવસ પહેલાં વિદેશોમાંથી આવેલા લોકોને શોધી કાઢવાનો આદેશ આપી દીધો. અધિકારીઓએ ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવાનું શરૂ કરી દીધું. પરિણામ એ આવ્યું કે આ રોગચાળો વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સ્થિતિને અંકુશમાં લઇ લેવાઇ.

જો કે અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવાયા હોવા છતાં કોરોના વાઇરસ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો હતો. જેસિન્ડાએ સાવચેતીનાં વધુ પગલાં લેતાં દેશના લોકોને 15 માર્ચથી 14 દિવસ સુધી ઘરોમાં જ પૂરાઇ રહેવાની વિનંતી કરી, પરંતુ આ લોકડાઉન પૂરું થાય તે પહેલાં જ તેમણે 26 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી. દેશના લોકોએ પણ તેમના નિર્ણયનું સમર્થન કર્યું. તેઓએ લોકડાઉનના તમામ નિયમોનું પ્રમાણિકતાથી પાલન કર્યું, અને ત્યારબાદ કોરોના વાઇરસનો ચેપ લાગ્યાના કેસોની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો નોંધાવાનો શરૂ થઇ ગયો. આ વાઇરસના રોગચાળાને નાથવાની તમામ યોજનાઓનો તે કડક રીતે પાલન કરાવતાં અને જેમ જેમ જરૂર પડે તેમ નવી નવી યોજનાઓ બનાવતા રહ્યાં. સરકારે આ વાઇરસના હોટસ્પોટ બની ગયેલા કેટલાંક વિસ્તારોને વિવિધ ક્લસ્ટર (ઝૂમખા)માં વિભાજીત કરી દીધા અને તે વિસ્તારો માટે એક વિશેષ વ્યૂહરચનાનો અમલ શરૂ કરી દીધો.

લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી ચીજવસ્તુઓ મળતી રહે અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહે તેની તેમણે વિશેષ કાળજી લીધી હતી. જો દેશના લોકોએ તેમના વડાપ્રધાનને સાથ-સહકાર ન આપ્યો હોત તો ન્યૂઝિલેન્ડ કોરોના વાઇરસના ભરડામાં ફસાઇ શક્યો હોત. હાલમાં ન્યૂઝિલેન્ડે ખૂબ જ આક્રમક વ્યૂ.હરચના અપનાવીને ટેસ્ટિંગનું કામ હાથ ધર્યું છે અને દેશના લોકોમાં આ વાઇરસ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે. ન્યૂઝિલેન્ડમાં કોવિડ-19નો ચેપ લાગ્યો હોય એવા દર્દીઓની સંખ્યા 1349 નોંધાઇ છે અને તે પૈકી 471 લોકો સંપૂર્ણપણે સાજા થઇને ઘરે પાછા ફર્યા છે. ફક્ત 4 લોકોના જ મોત થયાં હતા. આ વાઇરસનો ચેપ ફેલાવાની ટકાવારી પણ અત્યંત ઓછી છે. આ પ્રાણઘાતક વાઇરસને નાથવા જેસિન્ડા દ્વારા લેવાયેલાં પગલાંનું આજે દેશના લોકોને સારું પરિણામ મળી રહ્યું છે.

યાદ રહે કે જેસિન્ડાએ તાજેતરના ભૂતકાળમાં જ પોતાના અત્યંત નાના સંતાનને હાથમાં લઇને યુએનની મહાસાભામાં હાજરી આપી એક ઇતિહાસ રચી દીધો હતો. હાલના કટોકટીના સંજોગોમાં પણ તે એક મા જેમ પોતાનાના સંતાનની કાળજી લે એવી રીતે પોતાની પ્રજાની સંભાળ લઇ રહ્યા છે. દેશના લોકોને ઇમરજન્સી સેવાઓની કે જીવન જરૂરી ચીજવસ્તુઓની તેમણે સહેજપણ અછત વર્તાવા દીધી નથી. હાલના રોગચાળાના સમયમાં બાળકોને પ્રવૃત્ત રાખવા ન્યૂઝિલેન્ડની સરકાર બાળ સાહિત્યને પ્રોત્સાહન આપી રહી છે. વાસ્તવમાં જેસિન્ડાએ પોતે જ બાળકો માટે કેટલાંક બાળ વાર્તાના પુસ્તકો અને કોમિક્સને મંજૂરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.