કાઠમાંડુ : નેપાળની સતાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં થયેલા મતભેદ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યાં. ગૂરૂવારે સામે આવેલા મીડિયાના રીપોર્ટ્સ મુજબ વડાપ્રધાન કે પી શર્મા ઓલી અને પાર્ટી કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની વચ્ચે અઠવાડીયામાં ડઝનથી પણ વધારે બેઠક થયા બાદ કોઇ સહકાર મળ્યો નથી.
બુધવારે NCPના 45 સભ્યના સ્થાયી સમિતિની એક બેઠક શુક્રવાર સુધી રદ કરી હતી. આ સતત ચોથી વાર એવુ બન્યુ કે બેઠકને રદ કરી હોય જેથી પક્ષના બે અધ્યક્ષોના મતભેદ દુર કરવા માટેનો સમય મળી રહે.
આશા છે કે 38 વર્ષના ઓલીના રાજકીય ભવિષ્યને લઇને શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકના સમયે નિર્ણય કરી શકે છે. આ વચ્ચે નેપાળમાં ચીની રાજદૂતની સક્રિયતા વધી ગઇ છે. જેથી વડાપ્રધાનની ખુરશીને બચાવી શકાય.
ઉલ્લેખનિય છે કે પક્ષોને ટોંચના નેતાઓ અને ભૂતપુર્વ પ્રધાનોનું સમર્થન છે. પક્ષ ઓલીના રાજીનામાની માગ કરી રહ્યું છે. તેનુ કહેવુ છે કે ઓલીએ કરેલી ભારત વિરોધી ટિપ્પણી ન તો રાજકીય રીતે સાચી હતી અને ન તો રાજકીય રીતે યોગ્ય હતી.