નવી દિલ્હીઃ 17-18 મેના રોજ નેપાળ સરકારે દેશનો નકશો જાહેર કરવાની વાત કરી હતી. આ નકશામાં નેપાળની સરહદના ભાગ રૂપે ભારતના કાલાપાની અને લીપુલેખને નેપાળમાં બતાવવામાં આવ્યા છે.
નેપાળનો આ નિર્ણય લીપુલેખ વિસ્તારમાં સરહદ માર્ગના ઉદઘાટનના લગભગ 10 દિવસ પછી આવ્યો છે.
લીપુલેખ તિબેટથી માનસરોવર જવાનો રસ્તો છે. અહીં રસ્તો બન્યા પછી નેપાળે વિરોધ કર્યો હતો.