હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસને લઈ દુનિયાભરમાં 9 ઓગસ્ટ સવાર સુધીમાં 7,29,613થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,98,07,605 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલાતો રહે છે.

આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,27,23,241થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂકયા છે. દુનિયાભરમાં 63,53,995થી વધુ એક્ટિવ કેસ છે. આંકડો વર્લ્ડમીટર પરથી લેવામાં આવ્યો છે.