ETV Bharat / international

મ્યાનમારમાં સૈન્ય અથડામણમાં વધુ 25 લોકોના મોત - પીડીએફ કમાન્ડર

ભારતની સીમા સાથે જોડાયેલા મ્યાનમારના એક નગરમાં વિકેન્ડમાં હાલમાં જ સંઘર્ષ શરૂ થયો છે, જેમાં લગભગ 25 લોકોના મોત થયા છે. 2 જુલાઈએ મ્યાનમારના સૈનિકોએ સાગાઈંગ પ્રાન્તમાં તબાયિન વસ્તીના પશ્ચિમમાં સતપયારકિન ગામને ઘેરી લીધું હતું. પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF)ના નાગરિક પ્રતિકાર લડવૈયાઓએ હથિયારો સાથેના 200 સૈનિકો સામે ગામનો બચાવ કર્યો છે.

મ્યાનમારમાં સૈન્ય અથડામણમાં વધુ 25 લોકોના મોત

author img

By

Published : Jul 6, 2021, 12:20 PM IST

  • ભારતીય સીમા સાથે જોડાયેલા મ્યાનમારના એક નગરમાં વિકેન્ડમાં હાલમાં સંઘર્ષ શરૂ
  • 2 જુલાઈએ મ્યાનમારના સૈનિકોએ સાગાઈંગ પ્રાન્તમાં તબાયિન વસ્તીના પશ્ચિમમાં સતપયારકિન ગામને ઘેરી લીધું હતું
  • પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF)ના નાગરિક પ્રતિકાર લડવૈયાઓએ હથિયારો સાથેના 200 સૈનિકો સામે ગામનો બચાવ કર્યો છે

કોલકાતાઃ તબાયિન સી આંગમાં PDF કમાન્ડરે જણાવ્યું હતું કે, રવિવારે પ્રતિરોધ સમાપ્ત થયો છે. જ્યારે PDF લડાકુઓની શિકારી રાઈફલોની ગોળી પૂર્ણ થઈ ગઈ હતી. આ સાથે જ ધનુષોના તીર સમાપ્ત થઈ ગયા હતા. તેમણે સ્વીકાર કર્યો હતો કે, લગભગ 48 કલાકની લાંબી લડાઈ દરમિયાન ઓછામાં ઓછા 18 PDF સભ્ય ઠાર મરાયા હતા. જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ મ્યાનમાર: સૈન્ય કાર્યવાહીમાં 840 લોકો માર્યા ગયા

સૈનિકોના હુમલામાં 40 ગોળા માર્યા હતા

આંગે વધુમાં કહ્યું હતું કે, ફાયરિંગમાં ત્રણ ગ્રામીણોની સાથે ચાર જુંટા સૈનિક ઠાર મરાયા હતા. તેમણે કહ્યું હતું કે, સૈનિકોના હુમલા પહેલા ગામમાં ઓછામાં ઓછા 40 ગોળા માર્યા હતા. આંગે વધુમાં કહ્યું હતું કે, અમારે પ્રતિરોધના કારણે તેમણે અનેક વખત પાછળ હટવું પડ્યું હતું, પરંતુ અંતે અમે વધુ જાનહાની થવાથી બચવા માટે સતપયારકિનથી બહાર જતા રહ્યા હતા અને અમારી પાસે વધુ ગોળી નથી બચી. સતપયારકીનના ગ્રામીણોએ બર્મી મીડિયા સમૂહોને જણાવ્યું હતું કે, મૃતકોની સંખ્યા 30ની પાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ યુએસ દ્વારા રોહિંગ્યા શરણાર્થીઓ માટે 155 મિલિયન ડોલરનું ભંડોળ જાહેર કરાયું છે

તમામ મૃતદેહોના બહાર નથી કઢાયા

એક ગ્રામીણના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે, અમે તમામ મૃતદેહોને નથી કાઢી શક્યા. કારણ કે, શાસનના દરોડા ચાલુ છે. હજારોની સંખ્યામાં ગ્રામીણોએ સતપયારકીન અને આસપાસના 11 ગામને છોડી દીધા છે. એક ગ્રામીણે જણાવ્યું હતું કે, વિસ્થાપિત લોકો માટે ભોજન અને દવાની તાત્કાલિક આવશ્યકતા છે. કારણ કે, તેઓ પોતાના ઘરોથી ભાગતા સમયે કંઈ પણ સાથે લઈ ન જઈ શક્યા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.