ઇસ્લામાબાદ: ઉગ્રવાદિઓએ પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાનના તેલ અને ગેસ કામદારોના કાફલાને નિશાન બનાવ્યા હતા, જેમાં સાત સૈનિકો સહિત 14 લોકો માર્યા ગયા. આ કાફલો અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ જઇ રહ્યો હતો. જોકે વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલાની નિંદા કરી છે.
ગુરુવારે સરકારી તેલ અને ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડના કર્મચારીઓ પર હુમલો થયો હતો. પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક લાયઝન એ ઘટનાની પુષ્ટિ કરી હતી.
આ હુમલામાં સાત ફ્રન્ટીયર કોર્પ્સના જવાનો અને સાત ખાનગી સુરક્ષા રક્ષકો માર્યા ગયા હતા. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ઉગ્રવાદીઓએ બલુચિસ્તાન-કરાચી દરિયાકાંઠાના ધોરીમાર્ગ પર ઓરમારા નજીકના પર્વતોથી કાફલા પર હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. આ કાફલો ગ્વાદરથી કરાચી પરત ફરી રહ્યો હતો.