ETV Bharat / international

પાકિસ્તાનના મૌલાના ફઝલુર રહમાન કરશે વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ - પીડીએમ અધ્યક્ષ

પાકિસ્તાનના 11 વિપક્ષીદળોએ મૌલાના ફઝલુર રહમાનને સર્વસંમતિથી પોતાના નેતા માન્યા છે. મૌલાના ફઝલુર રહમાનને વિપક્ષના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે તે ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ વિપક્ષનું નેતૃત્વ કરશે.

Maulana Fazlur Rehman
પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના અધ્યક્ષ
author img

By

Published : Oct 5, 2020, 7:26 AM IST

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના તેજ-તર્રાર નેતા મૌલાના ફઝલુર રહમાન વિપક્ષના નવગઠિત ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના પ્રથમ અધ્યક્ષના રુપમાં સર્વસંમતિથી નિયુક્ત કરવામાં આવ્યા છે.પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓની એક ઓનલાઈન બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી, બીએનપી પ્રમુખ સરદાર અખ્તર મેંગલ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.

પાકિસ્તાન મીડિયા મુજબ પીડીએમની સંચાલન સમિતિના સંયોજક એહસાન ઈકબાલ અને પૂર્વ વડાપ્રધાન શરીફ ગઠબંધનના અધ્યક્ષના રુપમાં રહમાનના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને અન્ય લોકોએ સમર્થન કર્યું છે.

મીડિયા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, રહમાનના સ્થાઈ આધાર પર અધ્યક્ષના રુપમાં નિયુક્ત કરવા જોઈએ, પરંતુ બિલાવલ અને નેશનલ પાર્ટીના નેતા અમીર હૈદર હોતીએ વિરોધ કર્યો છે. સૂચન આપ્યું કે, પ્રમુખ પદ ઘટક પક્ષોના નેતાઓને આપવું જોઈએ.નેતાઓ વચ્ચે એક કરાર થયો કે,રહેમાનને પ્રથમ તબક્કામાં પીડીએમનું નેતૃત્વ કરવું જોઈએ, કારણ કે તેણે ગત્ત વર્ષે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીની આગેવાનીવાળી સરકાર વિરુદ્ધ આઝાદી માર્ચનું નેતૃત્વ કર્યું હતુ.

મોટાભાગના લોકોની માંગ છે કે, પીડીએમ અધ્યક્ષ સહિત પ્રમુખ પદાધિકારીઓનો કાર્યકાળ 4 થી 6 મહિનાથી વધુ ન હોવો જોઈએ.ઈકબાલે કહ્યું કે, નિર્ણય લેવામાં આવ્યો કે,11 દળના ગઠબંધનમાં 3 મુખ્ય પાર્ટીઓ પીડીએમના 3 ટોર્ચના પદો પર રહેશે.પીડીએમના ઉપાધ્યક્ષ અને મહાસચિવ પદ ક્રમશ પીએમએલ-એન અને પીપીપીને આપવામાં આવશે.

પાકિસ્તાનની 11 વિપક્ષી પાર્ટીઓ 20 સપ્ટેમ્બરના પીડીએમના ગઠનની જાહેરાત કરી હતી. ઈમરાન ખાનની સરકાર સત્તા પરથી દુર કરવાનું આહ્વાન કર્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.