સોલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને દેશના પરમાણુ શસ્ત્રાગારને વધુ મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક સશસ્ત્ર દળોને ચેતવણી આપવાની ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હકી. કિમ લગભગ 20 દિવસમાં પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા.
અગાઉ, કિમ જોંગ પ્યોંગયાંગ નજીક ખાતરની ફેક્ટરીનું ઉદઘાટન કરતા મેની શરૂઆતમાં જાહેરમાં દેખાયા હતા.જે બાદ કહેવામાં આવ્યું હતું કે તેઓ બીમાર હતા.11 મી એપ્રિલ પછી કિમ જોંગને પહેલીવાર જાહેરમાં જોવામાં આવ્યા હતા. તેમના સ્વર્ગસ્થ દાદા કિમ ઇલ સંગની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો ન હતો. ત્યારથી કહેવામાં આવી રહ્યું હતું કે તેમની તબીયત ખરાબ હતી.
ખાતર ફેક્ટરીના ઉદઘાટન પછી, કિમ આશરે 20 દિવસ પછી શાસક કામદાર પક્ષના સેન્ટ્રલ લશ્કરી પંચની બેઠકની અધ્યક્ષતામાં જાહેરમાં દેખાયા હતા.'કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી' એ મીટિંગનો સમય સ્પષ્ટ કર્યા વિના કહ્યું, 'આ બેઠકમાં દેશની પરમાણુ યુદ્ધ અટકાવવાની ક્ષમતા વધારવાની અને વ્યૂહાત્મક સશસ્ત્ર દળોને ઉચ્ચ ચેતવણી પર રાખવાની નીતિ પર ચર્ચા કરવામાં આવી છે.'
નોંધનીય છે કે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથેની વાટાઘાટમાં લાંબા સમયથી ચાલતી અડચણ વચ્ચે આ બેઠક યોજાઈ છે. કિમ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબ્રુઆરી 2019 માં બન્ને વચ્ચો ચર્ચા થઇ હતી.