- જાપાનની રાજકુમારીએ એક સામાન્ય માણસ સાથે લગ્ન કરી લીધા
- તેના પતિની અટક અપનાવીને તેનો શાહી દરજ્જો ગુમાવ્યો
- શાહી દરજ્જાની સમાપ્તિ પર જનતાની રાયમાં ભેદભાવ
ટોક્યો: જાપાનની રાજકુમારી માકો (Princess Mako of Akishino) એ એક સામાન્ય માણસ સાથે લગ્ન કરી લીધા છે. જેના કારણે તેણીએ પોતીનો શાહી દરજ્જો ગુમાવવા (LOSES ROYAL STATUS)નો વારો આવ્યો છે. જોકે રાજકુમારીના લગ્ન અને તેમના શાહી દરજ્જાની સમાપ્તિ પર જનતાની રાયમાં ભેદભાવ જોવા મળી રહ્યો છે.
લગ્નના દસ્તાવેજ મંગળવાર સવારે એક અધીકારીને સુપરત કર્યાં
'ઇંપીરિયલ હાઉસહોલ્ડ એજંસી'એ જણાવ્યુ કે માકો અને તેનો પ્રેમી કેઇ કોમુરો સાથે લગ્નના દસ્તાવેજ મંગળવાર સવારે એક અધીકારીને સુપરત કર્યાં. એજંસીએ જણાવ્યુ કે તેઓ બપોરે એક સંવાદદાતા સંમેલનમાં આ બાબતે નિવેદન જાહેર કરશે, પણ આ દરમિયાન પત્રકારો તરફથી કોઇ સવાલ લેવામા નહી આવે. એજંસી પ્રમાણે મહેલના ચિકિત્સકો અનુસાર માકો આ મહીનાની શરૂઆતમાં તણાવથી ઝઝૂમી રહી હતી, જેથી હાલ તે બહાર આવી રહી છે.
લગ્ન પછી કોઈ ભોજન સમારંભ કે અન્ય કોઈ વિધિ કરવામાં આવશે નહીં
માકો તેના લગ્ન વિશેના નકારાત્મક સમાચાર, ખાસ કરીને કેઇ કોમુરોને નિશાન બનાવવાને કારણે ખૂબ જ તણાવમાં હતી. લગ્ન પછી કોઈ ભોજન સમારંભ કે અન્ય કોઈ વિધિ કરવામાં આવશે નહીં. માકો (30) સમ્રાટ નરુહિતોની ભત્રીજી છે. તેણે અને કેઇ કોમુરોએ ટોક્યોમાં ઈન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો. તેઓએ સપ્ટેમ્બર 2017 માં લગ્નની જાહેરાત કરી હતી, પરંતુ કેઇ કોમુરોની માતા સાથે સંકળાયેલા નાણાકીય વિવાદને કારણે લગ્ન બે મહિના મુલતવી રાખવામાં આવ્યા હતા. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે વિવાદ સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે.
આ પણ વાંચો: યુકેની પ્રિન્સેસ યુજીનીએ બેબી બોયને આપ્યો જન્મ
તેના પતિની અટક અપનાવીને તેનો શાહી દરજ્જો ગુમાવ્યો
30 વર્ષીય કેઇ કોમુરો 2018માં કાયદાનો અભ્યાસ કરવા ન્યૂયોર્ક ગયો હતો અને ગયા મહિને જ જાપાન પાછો ફર્યો હતો. જાપાનના શાહી નિયમો અનુસાર, માકોએ હવે સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી, તેના પતિની અટક અપનાવીને તેનો શાહી દરજ્જો ગુમાવ્યો છે. કાયદા અનુસાર પરિણીત યુગલે અટકનો ઉપયોગ કરવો જરૂરી છે. મહેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે માકોએ 140 મિલિયન યેન ($12.3 મિલિયન) સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. તે બીજા વિશ્વયુદ્ધ પછી શાહી પરિવારની પ્રથમ સભ્ય છે જેણે એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા ત્યારે ભેટ તરીકે કોઈ પૈસા સ્વીકાર્યા ન હતા.
આ પણ વાંચો: પ્રિન્સેસ ડાયના, જેના મૃત્યુ પછી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થયું હતું