ETV Bharat / international

ભારત અને નેપાળના વિદેશ પ્રધાન વચ્ચે ન્યુયોર્કમાં બેઠક, બંને દેશોના સંબંધો મજબૂત કરવા પર સંમતિ - નેપાળના વિદેશ પ્રધાન

વિદેશ પ્રધાન ડૉ. જયશંકરે ન્યુયોર્કમાં પોતાના નેપાળી સમકક્ષ ડૉ. નારાયણ ખડકા સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા પર સહમતિ વ્યક્ત કરવામાં આવી.

ભારત અને નેપાળના વિદેશ પ્રધાન વચ્ચે ન્યુયોર્કમાં બેઠક

author img

By

Published : Sep 27, 2021, 7:17 PM IST

  • ભારતના વિદેશ પ્રધાન જયશંકર અને નેપાળના વિદેશ પ્રધાન વચ્ચે મુલાકાત
  • UNGA દરમિયાન બંને દેશના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક થઈ
  • ભારત અને નેપાળના સંબંધો મજબૂત કરવાને લઇ સંમતિ

નવી દિલ્હી: પોતાના નેપાળી સમકક્ષ સાથે મુલાકાત બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કર્યું કે, મારા નવા સમકક્ષનું સ્વાગત કરતા ખુશી થઈ. આ નેપાળી સહયોગી ડૉ. નારાયણ ખડકા છે. બંને એ વાત પર સહમત થયા કે આપણે આપણા ખાસ સંબંધોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઇએ.

વિદેશ પ્રધાન બનવા પર જયશંકરે અભિનંદન પાઠવ્યા હતા

બંને પ્રધાનોની વચ્ચે આ પહેલી મુલાકાત હતી. ગત અઠવાડિયે જયશંકરે નેપાળના વિદેશ પ્રધાન તરીકે ખડકાને તેમની નિમણૂક થવા પર અભિનંદન આપ્યા હતા. ભારતના નેપાળની સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે.

ભારતની મદદથી અનેક પ્રોજેક્ટ પૂર્ણ થયા

વિદેશ મંત્રાલયે પહેલા કહ્યું હતું કે, હાલના વર્ષોમાં દ્વિપક્ષી સહયોગ મજબૂત થયો છે. ભારતની સહાયતાથી અનેક મુખ્ય પાયાના માળખા અને સરહદ પર કનેક્ટિવિટી પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યા છે.

બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ આવ્યો હતો

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા 8 મેના ઉત્તરાખંડના ધારચૂલાથી લિપુલેખને જોડનારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 80 કમી લાંબા રોડનું ઉદ્ઘાટન કર્યા બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ આવ્યો હતો.

UNGAમાં નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું

હિમાલયન દેશમાં રાજકીય અસ્થિરતાની વચ્ચે 22 સપ્ટેમ્બરના નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ નારાયણ ખડકાને વિદેશ પ્રધાન બનાવ્યા હતા. દેઉબાના સચિવાલયે પુષ્ટિ કરી કે ખડકાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

નેપાળ અને ભારતના સંબંધ મજબૂત કરવા પર ભાર

આ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં નેપાળ મિશને ટ્વિટર પર કહ્યું કે, માનનીય વિદેશ પ્રધાન ડૉ. નારાયણ ખડકાએ UNGA દરમિયાન ભારતના વિદેશ પ્રધાન જયશંકરની સાથે ઉપયોગી બેઠક કરી. બંને મંત્રીઓએ આગળ વધવા માટે સહમતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, નેપાળ અને ભારતની વચ્ચે વર્તમાન સહયોગ મજબૂત કરવાનો છે.

આ પણ વાંચો: નેપાળ બોર્ડર ભારતીયો માટે ખુલ્લી, પ્રવેશ મેળવવા શરતો લાગૂ

આ પણ વાંચો: ભારત-નેપાળના સ્ટેન્ડ ઓફથી 5600 મેગાવોટના મેગા ડેમને અસર પહોંચી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.