ETV Bharat / international

ઇમરાને કહ્યું- નિર્દેશોનું પાલન નહીં કરો તો રમઝાનમાં મસ્જિદ બંધ રખાશે

પાકિસ્તાનમાં મંગળવારે કોરોના વાઇરસના સંક્રમણથી વધુ 16 લોકોનાં મોત થયાં બાદ દેશમાં સંક્રમણથી મરી ગયેલા લોકોની સંખ્યા 192 પર પહોંચી ગઈ છે. દેશમાં સંક્રમિક લોકોની સંખ્યા પણ 9,000થી વધુ થઈ ગઈ છે.

imran
imran
author img

By

Published : Apr 22, 2020, 12:43 AM IST

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારે ચેતવણી આપી હતી કે, જો લોકો કોરોના વાઇરસના સંક્રમણનેે રોકવા માટે સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તો આવતા રમઝાન મહિનામાં મસ્જિદો બંધ કરવી પડશે. પાકિસ્તાનમાં 9,000થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

થોડા દિવસો પહેલા, મૌલવીઓ દ્વારા મસ્જિદોમાં લોકો વચ્ચે સામાજિક અંતર જાળવવા અંગેના સરકારના માર્ગદર્શિકાનું પાલન કરવાની સંમતિ બાદ, સરકારે રમઝામ મહિનામાં મસ્જિદોમાં નમાઝની છૂટ આપી હતી. આ કરાર હેઠળ 50 વર્ષથી વધુ ઉંમરના, સગીર અને તાવથી પીડાતા લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લોકોને નમાઝ દરમિયાન છ ફૂટનું અંતર જાળવવું પડશે અને માસ્ક પણ પહેરવા પડશે.

ઈમરાને કહ્યું કે, રોગચાળા સાથે સંકળાયેલા મામલામાં પાકિસ્તાન પાસે અન્ય દેશો કરતા મોટો પડકાર છે, કારણ કે હાલના લોકબંધી વચ્ચે દેશને ગરીબીથી ઝગડવું પડશે અને કટોકટીની અસર દેશના ક્ષીણ થતા અર્થતંત્ર પર પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.