ETV Bharat / international

ચાઇના: વુહાન હોસ્પિટલના ડાયરેક્ટરનું કોરોના વાયરસથી મોત - corona virus in chine

ચીનના સરકારી મીડિયાએ અહેવાલ પ્રમાણે, એક હોસ્પિટલના ડાયરેક્ટરનું મૃત્યુ કોરોના વાયરસથી થયું છે. વુહાનની વુચંગ હોસ્પિટલના ડાયરેક્ટર લિયુ ઝીમીંગનો જીવ બચાવવાનાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને તેમનું મોત નીપજ્યું હતું. લીના મૃત્યુ અંગે દેશવ્યાપી ભય ફેલાયો છે અને લોકોએ સરકારી સિસ્ટમ પર વાયરસના જોખમને અવગણવાનો આરોપ લગાવ્યો હતો.

ચાઇના: વુહાન હોસ્પિટલના ડાયરેક્ટરનું કોરોના વાયરસથી મોત

author img

By

Published : Feb 18, 2020, 11:42 PM IST

બેંઇજિંગ: ચીનની એક હોસ્પિટલના ડાયરેક્ટરનું કોરોના વાયરસથી મૃત્યુ થયું હતુ. ચીનની સત્તાવાર મીડિયા સીસીટીવીએ આ માહિતી આપી હતી.

વુહાનની વુચંગ હોસ્પિટલના ડાયરેક્ટર લિયુ ઝીમીંગનું જીવન બચાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને તેમનું મોત નીપજ્યું હતું. લિયુ પહેલાં હોસ્પિટલના ડાયરેક્ટર કક્ષાના વ્યક્તિ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા હોવાના કોઈ અહેવાલ નથી. સત્તાવાર આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં છ તબીબી કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે અને 1,716 કર્મચારીઓ કોરોના વાયરસથી અસરગ્રસ્ત છે.

લિયુના મૃત્યુના સમાચાર પહેલા ચિની મીડિયા અને બ્લોગર્સ દ્વારા મંગળવારે આપવામાં આવ્યા હતા, પરંતુ તે પછી આ સમાચાર દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે, ડોકટરો લિયુને બચાવવાના પ્રયત્નમાં રોકાયેલા છે.

લ્યુનું મૃત્યુ વુહાનના આંખના ડોક્ટર લી વેન લીઆંગના મૃત્યુ સાથે સરખાવવામાં આવે છે.

ચાઇના પોલીસે તેમને કોરોના વાયરસના ભયથી ચેતવણી આપવા માટે ડિસેમ્બરના અંતમાં આઇ ડોક્ટર લી વેન લીઆંગને સજા ફટકારી હતી. લીના મૃત્યુ અંગે દેશવ્યાપી પ્રકોપ ફેલાયો હતો અને લોકોએ સરકારી સિસ્ટમ પર વાયરસના જોખમને અવગણવાનો આરોપ લગાવ્યો હતો.

લોકોએ મંગળવારે સોશિયલ મીડિયા પર લિયુ સાથેની લીને પણ યાદ કર્યા હતા.

વુહાનમાં ડોકટરો પાસે માસ્ક અને રક્ષણાત્મક બોડિસૂટ્સનો અભાવ છે. કેટલાક ડોકટરો ઇમ્પ્રુવીઝેશન માસ્ક અને સ્યુટ પહેરીને સતત કામ કરી રહ્યા છે.

આ માહિતી આપતા આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક ડોકટરો શ્વાસ સંબંધી સમસ્યાઓના લક્ષણો જોઇ રહ્યા છે પરંતુ તબીબી કર્મચારીઓની અછતને કારણે તેમને સતત કામ કરવું પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.