ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં મૂશળધાર વરસાદથી અંદાજે 17 લોકોના મૃત્યું થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ માહિતી બચાવ દળ અને રાહત અધિકારીઓએ આપી છે.
જાવેદ ખલીલે જણાવ્યું કે, પખ્તૂનખાહ (કેપી) વિસ્તાર મૂશળધાર વરસાદથી પ્રભાવિત થયો છે. જ્યાં અંદાજે 12 લોકોના મૃત્યું થયા છે. વરસાદથી ઘરો અને સ્કૂલો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે સાથે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે.
વરસાદના કારણે પંજાબ અને બલૂચિસતાન વિસ્તારમાં 2 બાળકો સહિત 5 લોકોના મૃત્યું થયા છે. કેપી અને પંજાબ પ્રાંતના કેપી અને પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ પૂરની ચેતવણી જાહેર કરી છે અને સંબંધિત અધિકારીઓને જાન માલની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
ભારે વરસાદ અને બરફ વર્ષાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરનો ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે અને રસ્તાઓ લપસણા બન્યા છે, જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે.