ETV Bharat / international

કાબુલઃ ગુરૂદ્વારા હુમલામાં 11 લોકોના મોત, ભારતે કહ્યું દુર્ભાગ્યપૂર્ણ ઘટના - કોરોના

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદીઓએ બુધવારે એક ગુરૂદ્વારાને નિશાન બનાવ્યું હતું. ફિદાયીન હુમલો સવારે 7.30 કલાકે થયો હતો. આ સમયે શીખ સમુદાયના બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રાર્થના માટે એકઠા થયા હતા. આ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 8 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. હુમલા બાદ સુરક્ષાદળોએ ગુરૂદ્વારાની ઘેરાબંધ કરીને વળતી કાર્યવાહી કરી હતી. જેમાં 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

કાબુલઃ ગુરૂદ્વારા હુમલામાં 11 લોકોના મોત, ભારતે કહ્યું દુર્ભાગ્યપૂર્ણ ઘટના

author img

By

Published : Mar 25, 2020, 4:54 PM IST

કાબુલઃ વિશ્વ જ્યારે કોરોના વાઇરસના નિવારણ માટે કામ કરી રહ્યું છે તે સમયે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક ગુરૂદ્વારા પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. અરદાસ માટે જમા થયેલા શીખ સમુદાયના લોકો પર આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ અફઘાન સુરક્ષાકર્મી અને વિદેશી સુરક્ષાદળો હરકતમાં આવ્યા હતા. આશરે છ કલાક સુધી ચાલેલી આ અથડામણમાં તમામ 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. બીજી તરફ તાલિબાને ટ્વીટ કરીને જણાવ્યું કે, હુમલામાં તેનો કોઈ હાથ નથી.

  • Horrific news coming from Kabul where a barbaric terror attack happened in the Gurudwara Guru Har Rai. It's extremely tragic and unfortunate. Request President @AshrafGhani Ji to find out the perpetrators and look after our people.

    — Capt.Amarinder Singh (@capt_amarinder) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ હુમલો સવારે થયો હતો. ગુરૂદ્વારામાં કેટલાક નાના બાળકો પણ હાજર હતા જે હુમલો અને ત્યારબાદ થયેલા એન્કાઉન્ટરના સમયે ગુરૂદ્વારામાં ફસાયા હતા. દરેક ચીસો પાડી રહ્યાં હતા. સુરક્ષાદળોએ જ્યારે તેને બહાર કાઢ્યા, ત્યારે તેના ફેસ પર ડર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો.

બીજી તરફ શીખ સાંસદ નરિંદર સિંહ ખાલસાએ કહ્યું કે, ગુરૂદ્વારાની અંદર રહેલા એક વ્યક્તિએ તેમને ફોન કર્યો અને હુમલા વિશે જણાવ્યું ત્યારબાદ તેઓ મદદ કરવા માટે ત્યાં ગયા હતા. તેઓએ કહ્યું કે, હુમલા સમયે ગુરૂદ્વારાની અંદર આશરે 150 લોકો હતા અને હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. ખાલસાએ કહ્યું કે, પોલીસ હુમલાખારોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતે આ કાયરતાપૂર્ણ હુમલાની ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડી કહ્યું, 'અમે કાબુલમાં એક ગુરૂદ્વારા પર થયેલા આતંકી હુમલાની ટીકા કરીએ છીએ. અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળો પર આવા સમયમાં કાયરતાપૂર્ણ હુમલો, હુમલાખોરો અને તેનો સાથ આપી રહેલા લોકોની ક્રૂરતાપૂર્ણ માનસિકતાને દર્શાવે છે.' ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં બે જ ગુરૂદ્વારા છે. એક જલાલાબાદમાં અને એક કાબુલમાં. જણાવી દઇએ કે અફઘાનિસ્તાનમાં 300થી વધુ શીખ પરિવાર રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.