હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસના કારણે 18 ઓગસ્ટ (ભારતીય સમય)ના સવારે 10 વાગ્યા સુધી 777,201થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

વિશ્વવ્યાપી 2,20,41,648 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. જો કે, આ આંકડા સતત બદલાતા રહે છે. માહિતી અનુસાર, સમગ્ર વિશ્વમાં 1,47,83,846થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. દુનિયાભરમાં 64,80,601થી વધુ કેસ સક્રિય છે, જેમાંથી લગભગ એક ટકા, એટલે કે 62,078 થી વધુ કેસ ગંભીર છે. આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યાં છે.