ફ્રૈંકફર્ટ: વૈશ્વિક સ્તર પર હવાઈ મુસાફરીએ ધીમે-ધીમે શરુ થઈ રહી છે, પરંતુ વર્ષ 2024 પહેલા કોવિડ-19ની પહેલાની સ્થતિ પર આવવાના કોઈ એંધાણ નથી.
વિમાન કંપનીઓના વૈશ્વિક સંગઠન ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ વાત કરી છે. અમેરિકા અને અન્ય વિકાસશીલ દેશોમાં કોરોના વાઈરસના સંક્રમણ રોકવાનું નામ લેતું નથી, જેને લઈ IATAએ કોવિડ-19 સ્થિતિને પુનર્સ્થાપિત કરવા માટેના અંદાજિત સમયમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
આઈએટીએના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન પીયર્સે ઓનલાઈન સંમેલનમાં કહ્યું કે, એપ્રિલમાં હવાઈ મુસાફરી બંધ હોવાને કારણે આ ઉદ્યોગ મંદ થયો હતો. આ ઉદ્યોગ ફરી ધમધમતો જોવા મળી રહ્યો છે, પરંતુ ખરાબ બાબત એ છે કે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા મળી રહ્યો નથી.