ETV Bharat / international

ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીએ અપનાવ્યો નવો નુસખો, માનસિક આરોગ્યના આધારે લંડનની કોર્ટમાં કરેલી અરજી મંજૂર

author img

By

Published : Aug 10, 2021, 9:47 AM IST

ભાગેડુ કૌભાંડી ઉદ્યોગપતિ નીરવ મોદી (Fugitive businessman Nirav Modi)એ હવે એક નવો નુસખો અપનાવ્યો છે. તેણે લંડનની કોર્ટમાં માનસિક આરોગ્ય (Mental health) અને માનવાધિકારો (Human rights)ના આધારે અપીલ કરી છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી લીધી છે.

ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીએ અપનાવ્યો નવો નુસખો, માનસિક આરોગ્યના આધારે લંડનની કોર્ટમાં કરેલી અરજી મંજૂર
ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીએ અપનાવ્યો નવો નુસખો, માનસિક આરોગ્યના આધારે લંડનની કોર્ટમાં કરેલી અરજી મંજૂર
  • ભાગેડુ કૌભાંડી ઉદ્યોગપતિ નીરવ મોદી (Fugitive businessman Nirav Modi)એ હવે નવો નુસખો અપનાવ્યો
  • કૌભાંડી નીરવ મોદીએ લંડનની કોર્ટ (Court of London)માં કરેલી અરજી થઈ મંજૂર
  • નીરવ મોદીએ કોર્ટમાં માનસિક આરોગ્ય (Mental health) અને માનવાધિકારો (Human rights)ના આધારે કરી અપીલ

નવી દિલ્હીઃ લંડનની હાઈકોર્ટે સોમવારે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી (Fugitive businessman Nirav Modi)ની અરજી મંજૂર કરી લીધી છે. આમાં નીરવે માનસિક આરોગ્ય, માનવાધિકાર અને ભારતીય જેલની સ્થિતિના આધારે અપીલ કરી છે. તેણે મેજિસ્ટ્રેટની કોર્ટના આદેશ સામે માનસિક આરોગ્ય અને માનવાધિકારના આધારે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ PNB scam - ભાગેડુ નીરવ મોદીની 60 કરોડથી પણ વધુની મિલકતો જપ્ત કરવાની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપી મંજૂરી

મુંબઈમાં કૌભાંડી નીરવ મોદીને પ્રત્યાર્પણ પર કસ્ટડીમાં લેવાશે

ન્યાયાધીશ માર્ટિન ચેમ્બરલેને કહ્યું હતું કે, 50 વર્ષીય હીરા વેપારીની કાયદાકીય ટીમ દ્વારા તેની તીવ્ર હતાશા અને આત્મહત્યાના ખતરાના સંબંધમાં રજૂ કરવામાં આવેલા તર્ક સુનાવણીમાં દલીલ યોગ્ય હતી. તેમણે જણાવ્યું હતું કે, મુંબઈમાં આર્થર રોડ જેલમાં આત્મહત્યાના સફળ પ્રયાસોને રોકવામાં સક્ષમ ઉપાયોની પર્યાપ્તતા, જ્યાં નીરવ મોદીને પ્રત્યાર્પણ પર કસ્ટડીમાં લેવામાં આવશે. તે પણ દલીલના દાયરામાં આવે છે.

આ પણ વાંચોઃ કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ લગાવ્યો

અપીલકર્તાનો મામલો દલીલ યોગ્ય છેઃ ન્યાયાધીશ

ન્યાયાધીશ ચેમ્બરલેને પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, આ સ્તર પર મારા માટે પ્રશ્ન એટલો જ છે કે, શું આ આધારે અપીલકર્તાનો મામલો યોગ્ય રીતે દલીલ યોગ્ય છે. મારા નિર્ણયમાં આ છે. હું અપીલ કરવાની મંજૂરી આપીશ. નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું હતું કે, આધાર ત્રણ અને ચાર માનવાધિકારોને યુરોપીય સંમેલન (ECHR)ના અનુચ્છેદ ત્રણ કે જીવન, સ્વતંત્રતા અને સુરક્ષાના અધિકાર અને બ્રિટનના ગુનાહિત ન્યાય અધિનિયમ 2003ની ધારા 91થી સંબંધિત છે, જે આરોગ્ય સંબંધિત છે.

ભારતમાં કૌભાંડી નીરવ સામે 2 કેસ ચાલશે

આપને જણાવી દઈએ કે, કૌભાંડી નીરવ મોદી સામે પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે જોડાયેલા 2 અબજ ડોલરના કૌભાંડના મામલે મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપમાં ભારતમાં કેસ ચલાવવામાં આવશે. નીરવની વર્ષ 2017માં કુલ સંપત્તિ 180 કરોડ ડોલર હતી. એટલે કે 11,700 કરોડ. તેણે માર્ચ 2018માં ન્યૂ યોર્કમાં બેંકરપ્સી પ્રોટેક્શન અંતર્ગત અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.