- ઇન્ડોનેશિયાના સમુદ્રમાં આવ્યો 7.3 તીવ્રતાનો આંચકો
- યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 18.5 કિમીની ઊંડાઈએ
- મૌસમ વિજ્ઞાન એજન્સી દ્વારા સુનામીની સંભવિત ચેતવણી જાહેર
જકાર્તાઃ ઈન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુ (Flores Island Indonesia) નજીક દરિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ (7.3 magnitude earthquake) અનુભવાયો હતો ત્યાર બાદ મૌસમ વિજ્ઞાન એજન્સી દ્વારા સુનામીની સંભવિત ચેતવણી (Possible sunami warning by Science Agency) જાહેર કરવામાં આવી છે.
મંગળવારના આવેલ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 18.5 કિમીની ઉંડાઈ પર
યુએસ જીયોલોજિકલ (US Geological Survey) સર્વે અનુસાર, મંગળવારના આવેલ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 18.5 કિમીની ઉંડાઈ પર હતું. ભૂકંપનું સ્થાન મઉમેરે શહેરથી લગભગ 112 કિમી દૂર છે. ઇસ્ટ નુસા ટેંગ્ગારા સૂબેમાં મઉમેરે બીજું સૌથી મોટું શહેર છે. ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે વિશેષ કોઈ માહિતી મળી નથી.
આ પણ વાંચો: ભૂકંપ સમયે પણ ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા રહ્યા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન
આ પણ વાંચો: ઈન્ડોનેશિયાના પાપુઆમાં 6.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો