ETV Bharat / international

ચીનમાં કોરોનાનો કેર, 2442ના મોત, WHOના વિશેષજ્ઞો વુહાનના પ્રવાસે - WHO

ચીનમાં મૃત્યુઆંકની કુલ સંખ્યા 2,592 પર પહોંચી ગઈ છે, જેમાં 77,150 પુષ્ટિ થયા છે. વધુ પ્રભાવિત થયેલું કેન્દ્ર હુબેઇ પ્રાંતમાં છે. જેમાં 149 લોકોનાં મોત નોંધાયા છે.

Etv Bharat, Gujarati News, China, Corona Virus, WHO
ચીનમાં કોરોના વાઇરસથી 2442 લોકોના મોત
author img

By

Published : Feb 24, 2020, 12:24 PM IST

બેજિંગઃ ચીનમાં ઘાતક કોરોના વાયરસથી વધુ 97 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કહેરથી મૃત્યુઆંક 2592 પર પહોંચ્યો છે. જેની વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠને (WHO) વિશેષજ્ઞોએ આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયેલા હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનની મુલાકાત કરી હતી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે (NHC) જણાવ્યું હતું કે, 31 પ્રાંત સ્તરીય ક્ષેત્રોમાં શનિવારે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 2592 થઇ છે અને સંક્રમણની સંખ્યા વધીને 77150 સુધી પહોંચી છે.

આ મામલે મૃત્યુના વધુ 97માંથી 96 લોકો હુબેઇ પ્રાંતના હતા અને એક વ્યક્તિનું મોત ગુઆંગદોંગમાં થયું હતું. જ્યારે વિષાણુ સંક્રમણના 648 નવા કેસ સામે આવ્યાં છે. શનિવારે 2230 લોકોના ઇલાજ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, તે જ દિવસે સામે આવેલા નવા કેસની સંખ્યા વધુ છે.

સોમવારે સવાર સુધીમાં ચાઇના સિવાય નોંધાયેલા કેસમાં જાપાન (838), દક્ષિણ કોરિયા (763), ઇટાલી (152), સિંગાપોર (89), હોંગકોંગ (74), ઈરાન (43), થાઇલેન્ડ (35), યુએસ (35), તાઇવાન (28), ઓસ્ટ્રેલિયા (23), મલેશિયા (22), જર્મની (16), વિયેતનામ (16), ફ્રાન્સ (12), યુએઈ (11), મકાઉ (10), યુકે (9), કેનેડા (9), ભારત (3), ફિલિપાઇન્સ (3), રશિયા (2), સ્પેન (2), ઇઝરાઇલ (1), ઇજિપ્ત (1), લેબનોન (1), કંબોડિયા (1) , ફિનલેન્ડ (1), નેપાળ (1), શ્રીલંકા (1), સ્વીડન (1) અને બેલ્જિયમ (1) છે.

ચીનના બહારના મોત ઇરાન (આઠ), દક્ષિણ કોરિયા (સાત), જાપાન (ચાર), ઇટાલી (ત્રણ), હોંગકોંગ (બે), ફ્રાંસ (એક), તાઇવાન (એક) અને ફિલિપાઇન્સ (એક)માં નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.