ETV Bharat / international

Heavy Snowfall at Murree hill Station: પાકિસ્તાનમાં હિમવર્ષા: હિલ સ્ટેશનમાં ફસાયેલાં 21ના મોત - 21 Died in Muri, Pakistan

પાકિસ્તાનના હિલ સ્ટેશન મુરીમાં ભારે હિમવર્ષા (snowfall at pakistan murree hill station) બાદ ઠંડીના કારણે 21 લોકોના મોત (21 Died in Muri, Pakistan) થયા છે. હિમવર્ષાના કારણે બધા પોતપોતાની કારમાં ફસાઈ ગયા હતા.

HEAVY SNOWFALL AT PAKISTAN MURREE HILL STATION

author img

By

Published : Jan 9, 2022, 2:25 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પર્વતીય પર્યટન સ્થળ મુરીમાં ભારે હિમવર્ષા (Heavy Snowfall at Murree hill Station) અને પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે વાહનોમાં ફસાઈ જવાથી નવ બાળકો સહિત 21 લોકોના મોત થયા હતા, ત્યારબાદ શનિવારે તેને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. રાવલપિંડી જિલ્લામાં સ્થિત મુરી તરફ જતો દરેક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે હજારો વાહનો શહેરમાં પ્રવેશ્યા હતા અને પ્રવાસીઓ રસ્તાઓ પર અટવાયા હતા.

નવ બાળકો સહિત 21 લોકોના મોત થયા

'ડોન' અખબારના સમાચાર અનુસાર પર્યટન સ્થળ પર લગભગ એક હજાર કાર ફસાઈ ગઈ હતી. પંજાબના મુખ્યપ્રધાનએ બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડવા સૂચનાઓ જાહેર કરી હતી. રેસ્ક્યુ 1122 દ્વારા તૈયાર કરાયેલી યાદી અનુસાર નવ બાળકો સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે.

આવી દુર્ઘટના ફરી ન બને તે માટે કડક નિયમો બનાવાયા: ઈમરાન ખાન

વડાપ્રધાન ઈમરાન ખાને એક નિવેદનમાં (Statement by Prime Minister Imran Khan) કહ્યું કે, મુરીના માર્ગમાં પ્રવાસીઓના મોતની ઘટનાથી તેઓ આઘાત અને દુઃખી છે. ખાને ટ્વીટ કર્યું, “ભારે હિમવર્ષા અને હવામાનની સ્થિતિ જાણ્યા વિના મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે જિલ્લા વહીવટીતંત્ર તૈયારી કરી શક્યું નથી. તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે.

સરકારે ઈસ્લામાબાદથી મુરી સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો

ગૃહપ્રધાન શેખ રશીદે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, રસ્તાઓ પરથી વાહનો હટાવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે. 15- 20 વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુરી આવ્યા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો. રાશિદે કહ્યું કે, સરકારે ઈસ્લામાબાદથી મુરી સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો.

પંજાબ સરકારે મુરીને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો

"રાતથી એક હજાર વાહનો ફસાયેલા છે અને કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે," રશીદે કહ્યું, કારમાં સવાર 16- 19ના મોત થયા હતા. સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોને ભોજન અને કપડા આપ્યા હતા. તેમણે કહ્યું કે મુરી તરફ જતો રસ્તો રવિવારે રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. 'જિયો ન્યૂઝ'ના સમાચાર અનુસાર પ્રધાને કહ્યું, અમે પ્રવાસીઓ પર મુરી આવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મુરી જવાનો આ સમય નથી. ભારે હિમવર્ષા બાદ પંજાબ સરકારે મુરીને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે.

આ પણ વાંચો: Road Accident Maharashtra: બીડ માર્ગ અકસ્માતનું રૌદ્ર સ્વરૂપ, અકસ્માતમાં 6ના મોત

આ પણ વાંચો: Sully Deal App Case : સુલ્લી ડીલ એપ બનાવનારની MPથી ધરપકડ, નીરજ બિશ્નોઈથી મળ્યો સુરાગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.