ETV Bharat / international

ચીનમાં 108 નવા કેસ, કુલ 3,341ના મોત, USમાં હાલત ગંભીર - કોરોના વાઈરસ ચામચીડિયામાંથી આવ્યો

ચીનના સ્વાસ્થ્ય વિભાગે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. જેમાં 98 કેસ વિદેશમાંથી આવેલા લોકોના છે. જ્યારે 10 સ્થાનિક લોકો પણ સંક્રમિત છે. તાજેતરમાં હેડલોંગજિયાં પ્રાંતના સાત અને ગુઆંડોંગ પ્રાંતના ત્રણ કેસ સામેલ છે, જ્યારે 3,341 લોકોના મોત થઈ ચૂક્યા છે.

chinas-reports-108-new-covid-19-cases-death-toll-reaches-3341
ચીનમાં 108 નવા પોઝિટિવ કેસ, કુલ 3,341 લોકોના થયાં મોત
author img

By

Published : Apr 13, 2020, 3:13 PM IST

બેજિંગઃ ચીનના સ્વસ્થ્ય વિભાગે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. જેમાં 98 કેસ વિદેશમાંથી આવેલા લોકોના છે. જ્યારે 10 સ્થાનિક લોકો પણ સંક્રમિત છે. તાજેતરમાં હેડલોંગજિયાં પ્રાંતના સાત અને ગુઆંડોંગ પ્રાંતના ત્રણ કેસ સામેલ છે, જ્યારે 3,341 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલી આ મહામારીએ આખા વિશ્વને હચમચાવી મુક્યું છે. હાલ ચીનમાં સ્થિતિ કન્ટ્રોલમાં છે, પણ આ રોગ અમેરિકામાં પોતાનો કહેર મચાવી રહ્યો છે. વિશ્વમાં કોરોનાથી 18 લાખ 53 હજારથી વધુ લોકો સંક્રમિત છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર 257 લોકોના મોત થયા છે. જ્યારે 23 હજાર 729 લોકો સ્વસ્થ થયા છે.

ચીનમાં જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં ચોક્કસ માહિતી સામે આવી હતી કે, માણસોમાં કોરોના વાઈરસ ચામચીડિયામાંથી આવ્યો છે, ત્યારબાદ વિશ્વ સ્વાસ્થય સંગઠને પણ આ વિશે ઈશારો કરતા કહ્યું છે કે, એવા પુરાવા મળ્યાં છે કે, ચામચીડિયું આ વાઈરસનું વાહક છે. આ સિવાય વુહાનમાં એક લેબ આવેલી છે. જેમાંથી કોરોના વાઈરસ લીક થયો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, ચીનથી લઈને સમગ્ર દુનિયામાં આ જ વાઇરસ ફેલાયો છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 22 હજાર 115 લોકોના મોત થયા છે. સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને ન્યુયોર્ક સ્ટેટમાં એક દિવસમાં થનારા મોતમાં ઘટાડો આવ્યો છે. દેશમાં 24 કલાકમાં 1,528 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ન્યુયોર્કમાં જ માત્ર 758 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 22 હજાર 105 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પાંચ લાખ 60 હજાર 452 લોકો સંક્રમિત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.