વુહાન: કોરોના વાઇરસનું એપીસેન્ટર એવા ચીનના વુહાન શહેરમાં જંગલી પ્રાણીઓ ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્રને હત્યા અને પછી જંગલી પ્રાણીઓનું વેચાણ કરવામાં આવે તો તેને કડક સજા કરવામાં આવશે.
આ પ્રતિબંધ એવા સમયે લગાવવામાં આવ્યો છે, જ્યારે વિશ્વના ઘણા દેશોમાંથી ચીનમાં ગેરકાયદેસર વન્યપ્રાણી વેપારને રોકવા માટે દબાણ વધી રહ્યું છે. ઘણા દેશોનો આક્ષેપ છે કે, આના કારણે કોરોના રોગચાળો ફેલાયો છે, જેણે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
વુહાન તેના માંસના બજાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જ્યાં જંગલી અને વિદેશી પ્રાણીઓ ખુલ્લેઆમ કાપીને વેચવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે, આ શહેરના બજારમાંથી જ વાઇરસ માનવ શરીરમાં પહોંચ્યો અને ત્યારબાદ આ સંક્રમણ લોકોમાં ફેલાયો છે.
અહેવાલો અનુસાર, શહેરમાં જંગલી પ્રાણીઓના શિકાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વુહાનને હવે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જાહેર કરવામાં આવી છે.