નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગલવાન (Galwan clash) ખીણમાં 2020માં થયેલી અથડામણમાં ચીને દાવો કર્યો હતો તેના કરતાં વધુ નુકસાન થયું હતું. બુધવારે ઓસ્ટ્રેલિયાના એક અખબારમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે, જોરદાર પ્રવાહ સાથે અંધારામાં નદી પાર કરતી વખતે ઘણા ચીની સૈનિકો ડૂબી ગયા હતા. 'ધ ક્લેક્સન'ના સમાચારમાં ચીનના અનામી સંશોધકો અને બ્લોગર્સને ટાંકવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગલવાન જેવી હરકત કરતા પહેલા ફફડશે ચીનના સૈનિકો, ભારતે વિકસાવ્યા વજ્ર, ત્રિશૂળ જેવા હથિયાર
ચીનને થયેલા નુકસાનના દાવા નવા નથી
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ બ્લોગર્સ અને સંશોધકોએ પોતાની સુરક્ષાના કારણોસર પોતાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તેણે જે શોધી કાઢ્યું તે ગલવાનની ઘટના પર પૂરતો પ્રકાશ પાડતો જણાય છે. 'ચીનને થયેલા નુકસાનના દાવા નવા નથી, પરંતુ સોશિયલ મીડિયાના સંશોધકોના એક જૂથ દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓ જેના પર ધ ક્લેક્સનના સમાચાર આધારિત છે. એવું જોવા મળી રહ્યું છે કે, ચીનને થયેલું નુકસાન બેઇજિંગ દ્વારા જણાવવામાં આવેલા ચાર સૈનિકો કરતાં વધુ હતું. તે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બેઇજિંગ અથડામણની ચર્ચા ન કરવા માટે કેટલી હદે જઈ શકે છે.
આ પણ વાંચો: ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણને 1 વર્ષ પૂર્ણ, જુઓ કઈ રીતે બંને દેશના સંબંધ બદલાયા
ચીને સ્વીકાર્યું અથડામણમાં તેના 5 અધિકારીઓ માર્યા ગયા
વર્ષ 2020માં 15-16 જૂનના રોજ ગલવાન ઘાટીમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ભારતીય સેનાના કર્નલ સહિત 20 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત, ચીને પણ સ્વીકાર્યું હતું કે, આ અથડામણમાં તેના 5 અધિકારીઓ માર્યા ગયા છે.