બીજિંગઃ ચીનના હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા વિવાદિત બિલને શુક્રવારે પોતાની સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ પૂર્વમાં બ્રિટિશ વસાહતો પર હોંગકોંગમાં નિયંત્રણ અને મજબુત કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, એક જૂલાઇએ 1997માં બ્રિટેને હોંગકોંગને એક દેશ બે વિધાનના સમજોતાની સાથે ચીનને સોંપ્યો હતો. આ સમજૂતીને લીધે ચીનની મુખ્ય ભૂમિ કરતા હોંગકોંગના લોકોને વધુ સ્વતંત્રતા પ્રાપ્ત છે.
હોંગકોંગ આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર છે અને ચીને તેને વિશેષ પ્રશાસનિક વિસ્તારનો દરરજો આપ્યો છે. ચીનના નેશનલ પીપુલ્સ કોંગ્રેસ (એનપીસી)માં રજૂ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને હોંગકોંગ વિશેષ પ્રશાસનિક વિસ્તારમાં વિધિ પ્રાણાલીની સ્થાપના અને સુધાર તેમજ પ્રવર્તન પ્રાણાલીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીસીનું એક અઠવાડિયાનું સત્ર શરુ થયું છે.
નવા બિલમાં અવગાવવાદી, વિનાશક ગતિવિધિની સાથે વિદેશી હસ્તક્ષેપ અને આતંકવાદી પ્રવૃતિઓના ગુનામાં દેશમાંથી નીકાળવાની જોગવાઇ છે. વધુમાં જણાવીએ તો આ સમસ્યાઓથી સતત ચીન પરેશાન છે અને હોંગકોંગમાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શન વધી રહ્યા છે.
આ બિલમાં રાજદ્રોહ, અલગાવ, દેશદ્રોહ અને તોડફોડની પ્રવૃતિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને હોંગકોંગની વિધાનસભાની બહાર કરવામાં આવ્યું છે.
ચીનની આ યોજનાની હોંગકોંગના વિપક્ષી ધારાસભ્યો, માનવાધિકાર સમૂહો અને અમેરિકાએ નિંદા કરી છે.
લોકશાહી તરફી ધારાસભ્ય ડેનિસ ક્વોકે કહ્યું, "આ બે દેશની સિસ્ટમનો અંત છે."
એનપીસી તરફથી બિલ પસાર થવું ચોક્કસ માનવામાં આવે છે, કારણ કે, તેની છબી ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના નિર્ણયને મંજૂરી આપતા રબર સ્ટેમ્પની છે. આ બિલ એવા સમયે રજૂ કરવામાં આવ્યું છે જ્યારે હોંગકોંગના લોકો 1997 ના કરાર હેઠળ રાજકીય અને વહીવટી સ્વાયત્તાની માંગ કરી રહ્યા છે.
વધુમાં ગત્ત વર્ષે હોંગકોંગમાં સાત મહિનાથી ચીન સામે વિરોધ હતો, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. કોરોના વાઇરસના ચેપને કારણે આ વર્ષે જાન્યુઆરી અને એપ્રિલની વચ્ચે શાંતિ હતી, પરંતુ આ મહિને ફરીથી લોકશાહીના સમર્થકો રસ્તાઓ પર પાછા ફર્યા છે.
એનપીસી સ્થાયી સમિતિના અધ્યક્ષ વેંગ ચેને જણાવ્યું હતું કે, "હોંગકોંગની બ્રિટનથી પીછેહઠ થઈ ત્યારથી, ચાઇના સતત બે રાષ્ટ્રની સિસ્ટમના સિદ્ધાંતનું પાલન કરી રહ્યું છે અને સંપૂર્ણ સ્વાયત્તતા સાથે હોંગકોંગના લોકો શાસન કરી રહ્યા છે."
જો કે, બિલ એ દર્શાવે છે કે, રાષ્ટ્રીય સુરક્ષા માટેનો ખતરો હોંગકોંગમાં એક મોટી સમસ્યા બની ગઈ છે અને તે બે દેશની સિસ્ટમના મૂળભૂત સિદ્ધાંતને નુકસાન પહોંચાડી રહી છે. આ કાયદાના શાસન, રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે ખતરો છે.
હોંગકોંગના ઘણા અગ્રણી લોકશાહી તરફી નેતાઓ, ડેમોક્રેટિક પાર્ટીના નેતા વુ ચી વાઈ સહિત, આ ઘોષણાને એક દેશ બે સિધ્ધાંતનો અંત કહે છે.
આ દરમિયાન, શુક્રવારે હોંગકોંગના શેરબજારમાં પાંચ ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ચીને આ બિલ રજૂ કર્યાના સમાચાર બાદ હેંગસેંગ 22,930.14 પર 1,349.99 પોઇન્ટ સાથેના ચાલી રહ્યો હતો.