- વર્ષ 2021 માટે 6 ટકાથી વધુની આર્થિક વૃદ્ધિ કરવાનું ચીનનું લક્ષ્ય
- ચીનના PM લી કિંગે દેશની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં કરી જાહેરાત
- ચીનની અર્થવ્યવસ્થા વર્ષ 2020માં 45 વર્ષમાં સૌથી ઓછી જોવા મળી હતી
બેઈજિંગઃ ચીને વર્ષ 2021 માટે પોતાની 6 ટકાથી વધુની આર્થિક વૃદ્ધિ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. ચીનના વડાપ્રધાને લી કિંગે દેશની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં શુક્રવારે આ જાહેરાત કરી હતી. ચીને રક્ષા બજેટ પણ વધારીને 209 અબજ ડોલર કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 6.8 ટકા વધુ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનને ઝટકો, સેનેટ ચૂંટણીમાં ગિલાનીએ શેખને 5 વોટથી આપી મ્હાત
કોઈ પણ દેશને નિશાન બનાવવું ચીનનું કામ નથીઃ NPC
રક્ષા બજેટમાં વધારો કરવા અંગે એનપીસીના પ્રવક્તા ઝાંગ યસુઈએ જણાવ્યું કે, ચીનનો પ્રયાસ રાષ્ટ્રીય રક્ષાને મજબૂત કરવાનો છે. કોઈ પણ દેશને નિશાન બનાવવા કે તેના માટે જોખમ ઉત્પન્ન કરવાનો નથી. ચીનની અર્થવ્યવસ્થા વર્ષ 2020માં 2.3 ટકાના દરથી વધી હતી, જે છેલ્લા 45 વર્ષમાં સૌથી ઓછો વાર્ષિક આર્થિક વિકાસ દર હતો. ગયા વર્ષે ચીનની અર્થવ્યવસ્થા પર કોરોના મહામારીનો પ્રભાવ પડ્યો હતો, પરંતુ ચીન તેમાંથી ઝડપથી બહાર આવવામાં સફળ રહ્યું હતું.