બીજિંગ: ધાર્મિક સમાજના અધિકારોનું હનન કરનાર ચીન હવે દેશમા ઇસાઇ સમાજનું શોષણ કરવા પર ઉતર્યા છે. હકીકતમાં, અહીં રહેનારા ઇસાઇ સમાજને 'ક્રોસ' ફેંકવા ઉપરાંત ઘરોમાં જીસસ ક્રાઇસ્ટના ફોટાની જગ્યાએ કોમ્યુનિસ્ટ નેતાઓના ફોટા લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. પહેલેથી ઉડગુર મુસ્લિમોના શોષણ અને તેના અધિકારોના હનનનો આરોપ ચીન પર છે.
સમાચાર એજન્સીના જણાવ્યાં અનુસાર ચીની અધિકારીઓએ ઇસાઇ ધર્મના લોકોને પોતાના ઘરથી યીશૂ મસીહનો ફોટો હટાવવાનો આદેશ આપ્યો છે અને તેની જગ્યાએ કોમ્યુનિસ્ટ નેતાઓનના ફોટો લગાવવાનો આદેશ આપ્યો છે. થોડા સમય પહેલા જ અધિકારીઓએ ત્યાંના અલગ અલગ પ્રાંતોમાં સ્થિત ચર્ચમાંથી જબરન ધાર્મિક ચીન્હોને હટાવી લીધા હતાં.