પ્રાંતિજ પોલીસના પ્રવક્તા મુબરેઝ અટલે જણાવ્યું કે, વિસ્ફોટ નંગરહાર પ્રાંતના હસ્કા મીના જિલ્લામાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે. તેમણે આગળ કહ્યું કે, બ્લાસ્ટમાં માર્યા ગયેલા તમામ લોકો મસ્જિદમાં નમાઝ કરવા માટે ભેગા થયા હતા.
જણાવી દઈએ કે, આ પહેલા અફઘાનિસ્તાનની એક શાળામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ સ્કૂલ બસમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો જે દરમિયાન ચારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.