ETV Bharat / international

Blast in Pakistan Bus: ચીનના નાગરિકો સહિત 13 લોકોનાં મોત - Upper Kohistan Blast

14 જુલાઈ બુધવારે સવારે પાકિસ્તાન (Pakistan)ના ખૈબર પખ્તુનખ્વામાં એક બસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ચીનના નાગરિકો સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બ્લાસ્ટમાં ચીની નાગરિકોના મોત બાદ પાકિસ્તાની અધિકારીઓ હાલમાં આ કેસને અકસ્માત ગણાવી રહ્યા છે.

Blast in Pakistan Bus: ચીનના નાગરિકો સહિત 8 લોકોનાં મોત

author img

By

Published : Jul 14, 2021, 2:15 PM IST

Updated : Jul 14, 2021, 4:12 PM IST

  • પાકિસ્તાનામાં બસમાં થયો વિસ્ફોટ
  • અધિકારીઓએ ગણાવ્યો અકસ્માત
  • ચાઇનીઝ એન્જિનિયરો સહિત 8 ના મોત

હૈદરાબાદ: પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તુનખ્વાહમાં એક બસમાં થયેલા વિસ્ફોટમાં ચાઇનીઝ એન્જિનિયરો સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાની અખબાર ડોનના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટને ખૈબર પખ્તુનખ્વાના અપર કોહિસ્તાન જિલ્લામાં થયો હતો. જે બસમાં વિસ્ફોટ થયો હતો તે જળ વિદ્યુત પ્લાન્ટના કામદારોને લઈને જતી હતી.

દુર્ઘટના સવારે 7.30 વાગ્યે બની

અપર કોહિસ્તાન (Upper Kohistan) ના કમિશનર આરીફ ખાન યુસુફઝાઇના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 7.30 વાગ્યે બની હતી, જ્યારે એક કોસ્ટર બારસીન કેમ્પથી 30 થી વધુ કામદારોને પ્લાન્ટ સાઇટ પર લઈ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઘટના સમયે વિદેશી ઇજનેરો અને સ્થાનિક શ્રમિકો બસમાં હતા. યુસુફઝાઇએ જણાવ્યું હતું કે, વિસ્ફોટના કારણની જાણકારી મળી નથી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ અને રેન્જર્સએ ઘટના સ્થળે ઘેરાબંધી કરી છે.

ઈજાગ્રસ્તોને અપર કોહિસ્તાનની હોસ્પિટલમાં દાખલ કરાયા

અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈજાગ્રસ્તોને અપર કોહિસ્તાન જિલ્લા હેડક્વાર્ટરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, હાલમાં તમામ અધિકારીઓ આ વાતનો ઇનકાર કરી રહ્યા છે કે, બ્લાસ્ટ થયો હતો. અધિકારીઓ ગફલતભરી જીભે કહી રહ્યા છે કે તે કોઈ વિસ્ફોટ જેવો લાગે છે પરંતુ તે અકસ્માત છે કે વિસ્ફોટ તે અંગે તપાસ ચાલુ છે.

ખૈબર પખ્તુનખ્વાના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ખૈબર પખ્તુનખ્વાના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પાણી અને વીજળી વિકાસ ઓથોરિટીએ પુષ્ટિ આપી છે કે, ચાઇનીઝ કંપનીના કર્મચારીઓ બસમાં યાત્રા કરી રહ્યા હતા, હાલ સ્થળ પર બચાવ કામગીરી ચાલુ છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે ઓથોરિટીએ આ ઘટનાને અકસ્માત ગણાવ્યો છે.

આ પણ વાંચો: Pak alleges: સઈદના ઘરની બહાર થયેલા વિસ્ફોટ પાછળ ભારતીય નાગરિક જવાબદાર

વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 8 લોકોમાં ચીનના એન્જિનિયરોનો પણ સમાવેશ

પાકિસ્તાની ચીની કંપની અને તેના કર્મચારીઓ, ઇજનેરોની બસમાં થયેલા વિસ્ફોટ અંગે પગલું ભરવા માંગે છે. ડોનના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 8 લોકોમાં ચીનના એન્જિનિયરો પણ છે. નિષ્ણાંતો માને છે કે, ચીન સાથેના સંબંધો પર કોઈ જોખમ અથવા જવાબદારી નથી, તેથી તેને અકસ્માત ગણાવીને આ દુર્ઘટનાને ઢાંકવામાં આવી રહી છે.

Last Updated : Jul 14, 2021, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.