ETV Bharat / international

પાકિસ્તાનના ખેબરમાં વીજળી પડવાથી 14 લોકોના મોત - વીજળી

. પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વા પ્રાંતના એક ગામમાં વીજળી પડવાથી ત્રણ કાચા મકાનો ધરાશય થયા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.

પાકિસ્તાનના ખેબરમાં વીજળી પડવાથી 14 લોકોના મોત

author img

By

Published : Sep 13, 2021, 12:58 PM IST

  • ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના એક સુદૂરવર્તી ગામમાં 14 લોકોના મોત
  • ભારે વરસાદની અને વીજળી પડવાના કારણે ત્રણ મકાનો ધરાશય
  • ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ

પેશાવર: ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના એક સુદૂરવર્તી ગામમાં રવિવારે ત્રણ મકાનોમાં વીજળી પડતા મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ શનિવાર રાતથી શરૂ થયો હતો અને રવિવારની વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો.

આ પણ વાંચો: બિહારમાં આકાશી વીજળી પડવાથી 9 લોકોના મોત, બાળક સહિત અનેક યુવક પણ દાઝ્યા

ભૂસ્ખલનનના કારણે 14 લોકોના મોત

હજારા ડિવિઝન હેઠળના આ પહાડી જિલ્લાઓ સામાન્ય રીતે ચોમાસાના મહિનાઓમાં ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત ઘટનાઓ માટે સંવેદનશીલ હોય છે. સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા અને 2 ઇજાગ્રસ્તોને એબટાબાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 14 મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ છે.

આ પણ વાંચો: બિહારમાં વીજળી ત્રાટકતા 7 લોકોના મોત

ભૂસ્ખલનને કારણે પ્રયાસોમાં વિલંબ

ખેબર પખ્તુનખ્વા પ્રાંતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ અસરગ્રસ્ત ગામમાં રાહત સામગ્રી અને બચાવ ટીમો મોકલી હતી, પરંતુ પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે આ પ્રયાસોમાં વિલંબ થયો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ખેબર પખ્તુનખ્વા, પંજાબ, ઇસ્લામાબાદ અને પૂર્વ બલુચિસ્તાન માટે વરસાદની ચેતવણી જારી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.