ETV Bharat / international

ચીને લોકડાઉનમાં ઢીલ મૂકતાં કોરોના વાઇરસનો બીજો રાઉન્ડ શરૂ થવાની વિજ્ઞાનીઓની ભીતિ - China Corona

વુહાન જ્યાં આવેલું છે, તે મોટાભાગના હુબેઇ પ્રાંતમાં મુસાફરી પરનાં નિયંત્રણો 23મી માર્ચે ઉઠાવી લેવાયાં હતાં. લોકોને વુહાન છોડતાં અટકાવતાં આખરી નિયંત્રણો આઠમી એપ્રિલના રોજ ઉઠાવી લેવામાં આવશે. ઘણા વિજ્ઞાનીઓને લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવતાં ફરી નવા કેસો ફૂટી નિકળવાનો ભય સતાવી રહ્યો છે.

Relief in lockdown
લોકડાઉનમાં ઢીલ
author img

By

Published : Apr 6, 2020, 5:43 PM IST

હૈદરાબાદઃ ચીને કોરોના વાઇરસનો ઉદ્ભવ જ્યાંથી થયો હતો, તે વુહાનનું કોરોના વાઇરસનું જોખમનું સ્તર હાઇમાંથી ઘટાડીને મીડીયમ (મધ્યમ) કરી દીધું હતું અને નવ સપ્તાહના લોકડાઉન બાદ પ્રાંતની અંદર અને બહારનાં પરિવહન ઉપરનાં નિયંત્રણો ઊઠાવી લીધાં હતાં.

ચીને કેન્દ્રીય હુબેઇ પ્રાંતમાં 56 મિલિયન કરતાં વધુ લોકો પરનું ત્રણ મહિના લાંબું લોકડાઉન ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે.

લોકડાઉનને હળવું કરવાને કારણે ત્યાં નવા કેસો ફૂટે છે કે કેમ, તેના પર વિજ્ઞાનીઓ તથા બાકીનું આખું વિશ્વ ચાંપતી નજર રાખીને બેઠું છે. અત્યાર સુધી તો આ ડર સાચો પડ્યો નથી, કારણ કે ચીનમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.

"લોકડાઉનને હળવું કરવાનો સમય આવી ગયો છે, પણ આપણે ઇન્ફેક્શનના સંભવિત બીજા રાઉન્ડ માટે સાવધ રહેવાની જરૂર છે," તેમ ચીનની સ્થિતિ પર નજર રાખી રહેલા યુનિવર્સિટી ઓફ હોંગકોંગના એપિડેમિઓલોજિસ્ટ બેન કોલિંગે જણાવ્યું હતું.

પોઝિટિવ કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધવા માંડી, ત્યાર બાદ વુહાનને સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવાયું હતું. ચીને આ ઘાતક વાઇરસને ફેલાતો અટકાવવાના પ્રયાસ સ્વરૂપે તેની સરહદોની અંદર પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો અને મોટાભાગના વ્યવસાયો, શાળાઓ અને યુનિવર્સિટીઓને તાળાં લગાવી દીધાં હતાં અને લોકોને ઘરોમાં રહેવાની સૂચના આપી હતી.

ચીને લોકડાઉન હળવું કર્યું હોવા છતાં તે ફરી પાછા પોઝિટિવ કેસો આવવા ન માંડે, તે માટે સઘનપણે પરીક્ષણો અને કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ હાથ ધરશે. અને હા, નિઃશંકપણે સોશ્યલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકશે.

ચીને બહારથી કેસો ન આવે, તે માટે તેની સરહદો સીલ કરી દીધી છે. દેશમાં પરત ફરનારા રહેવાસીઓ માટે ચૌદ દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત રહેશે.

સંશોધકો જણાવે છે કે, ચીન તેના આક્રમક અભિગમને કારણે વાઇરસ પર નિયંત્રણ લાવી શક્યું. સોશ્યલ ડિસ્ટન્સિંગનાં પગલાં, સક્રિય પરીક્ષણ, ચેપગ્રસ્ત લોકોને આઇસોલેશનમાં રાખવા વગેરેને કારણે વાઇરસનું પ્રસરણ નિયંત્રિત થઇ ગયું.

કોલિંગ જણાવે છે કે, ઇટાલી અને સ્પેન જેવા દેશોએ તેમની પૂર્વવત્ સ્થિતિમાં પરત ફરવા માટે વધુ પડકારોનો સામનો કરવો પડશે, કારણ કે, તેમણે મુખ્યત્વે સક્રિય ટેસ્ટિંગ અને કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ વિના સોશ્યલ ડિસ્ટન્સિંગ થકી વાઇરસને નિયંત્રિત કરવા પર ધ્યાન આપ્યું છે.

તેમ છતાં, ચીનમાં લોકડાઉનને હળવું કરાતાં નવેસરથી રોગચાળો ફાટી નિકળવાનું ઊંચું જોખમ રહેલું છે. લોકડાઉન આંશિક રીતે ઉઠાવી લેવાતાં વાઇરસ લોકોમાં પ્રસરે છે અને કેટલાંક ઇન્ફેક્શન્સ હજી પણ જાણી ન શકાયાં હોય તેવી શક્યતા રહેલી છે, તેમ યુનિવર્સિટી ઓફ હોંગકોંગ ખાતે ઇન્ફેક્શિયસ-ડિસીઝ સંશોધક ગેબ્રિએલ લિઅંગે જણાવ્યું હતું.

એક લોકડાઉન પૂરતું ન હોય અને વાઇરસને ડામવા માટે ગંભીર પ્રકારના પ્રયાસો હાથ ધરવાની ફરી જરૂરિયાત સર્જાય, તે શક્ય છે, તેમ તેમણે જણાવ્યું હતું.

"આરોગ્ય, અર્થતંત્રનું રક્ષણ અને સાંવેદનિક કલ્યાણ વચ્ચેની સમસ્યા નજીકના ભવિષ્યના થોડા સમય સુધી દરેક સરકારને ગૂંચવશે."

હુબેઇ પ્રાંતના ચીનના શહેરનું જીવન હજી સુધી રાબેતા મુજબ શરૂ નથી થયું, પણ લોકો ધીમે-ધીમે ઘરોમાંથી બહાર નિકળતાં અને કામે જતા થયા છે અને કારખાનાં પણ પુનઃ ખૂલી રહ્યાં છે.

સરકારી સત્તા તંત્રોના જણાવ્યા પ્રમાણે, યુનિવર્સિટી, શાળાઓ અને શિશુ-સંભાળ કેન્દ્રો બંધ જ રહેશે.

વુહાનની અંદર અને બહાર પ્રવાસ કરવા પર આઠમી એપ્રિલ સુધી પ્રતિબંધ રહેશે. 18મી માર્ચથી હુબેઇમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાવા માંડ્યો છે.

એટલું જ નહીં, ફેબ્રુઆરીના અંત સુધીમાં એકમાત્ર હુબેઇને બાદ કરતાં પોઝિટિવ કેસો નોંધાવા લગભગ બંધ થઇ ગયા હતા અને હુબેઇ સિવાય ચીનના તમામ પ્રાંતોમાં ગતિવિધિ અને આર્થિક પ્રવૃત્તિ ધમધમવા માંડી હતી. માર્ચમાં હુબેઇમાં ધમધમાટ શરૂ થયો ત્યારે પણ નવા કેસોની સંખ્યા નીચી રહી હતી.

જો સમુદાયમાં નોંધપાત્ર સંખ્યામાં - 50 ટકા અને 70 ટકાની વચ્ચેની ટકાવારીમાં લોકો આ વાઇરસથી ચેપગ્રસ્ત થયા હોય અને હવે તે રોગ-પ્રતિરક્ષિત હોય, તો કોરોના વાઇરસની પુનઃ માથું ઊંચકવાની શક્યતા ઘણી ઘટી જાય છે, તેમ લિઅંગે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વુહાનમાં 81,000 કેસો નોંધાયા હતા, તે લોકો હવે આ બિમારી સામે રોગ-પ્રતિરક્ષિત છે. પરંતુ આ પ્રમાણ કદાચ 10 ટકા કરતાં ઓછું છે, જેનો અર્થ એ કે, હજી પણ ઘણાં લોકો ઇન્ફેક્શન થવાની શક્યતા ધરાવે છે.

વેક્સીનથી રોગ-પ્રતિરક્ષિત લોકોની ટકાવારીમાં વધારો થશે, પરંતુ હજી સુધી એક વર્ષ સુધી તો રસીની પ્રાપ્યતાની કોઇ અપેક્ષા નથી. “આ આંકડાઓ ચિંતા જન્માવનારા છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.

નોંધપાત્ર બાબત એ છે કે, ચીન હજી પણ કોવિડ-19 પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ચીનના પ્રાંતોએ તમામ રહેવાસીઓ માટે QR કોડ જારી કર્યો છે, જે એક પ્રકારનો બારકોડ છે, જે વિવિધ પ્રકારની જરૂરી માહિતી ધરાવે છે, જે તેમની આરોગ્યની તથા પ્રવાસની વિગતોના આધારે સ્કેન કરવામાં આવે, ત્યારે પ્રગટ થાય છે. જો એક વ્યક્તિ ચીનમાં સલામત ગણાતા વવિસ્તારમાં રહી હોય અથવા તો તે ક્વોરન્ટાઇનમાં રહી હોય અને બિમારીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય, તો તેમને ‘ગ્રીન સ્ટેટસ’ — સૌથી ઓછું જોખમ — આપવામાં આવે છે, જેને પગલે તેઓ પ્રાંતીય સરહદો પાર કરી શકે છે, હોસ્પિટલોમાં અથવા રહેણાંક વિસ્તારો, વગેરે સ્થળોમાં અવર-જવર કરી શકે છે.

આ રીતે, ચેપગ્રસ્ત વ્યક્તિને અન્ય લોકો સાથે ફરતી અટકાવી શકાય છે. એટલું જ નહીં, જો નવો કેસ ધ્યાન પર આવે, તો સરકાર તે વ્યક્તિની ગતિવિધિ ટ્રેક કરી શકે છે અને તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી શકે છે.

કોરોનાની ઝપેટમાં આવી ચૂકેલા ઇટાલી, સ્પેન અને અમેરિકા સહિતના મોટાભાગના દેશો સોશ્યલ ડિસ્ટન્સિંગ અને લોકોને ઘરોમાં રાખવાની નીતિનો અમલ કરી રહ્યા છે.

ચીને તે પગલાંઓનો અમલ કર્યો હતો, પણ તેની સાથે-સાથે તેણે નવી હોસ્પિટલો પણ ઊભી કરી હતી અને યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. ત્યાર બાદ, અધિકારીઓ લોકોનું તાપમાન ચકાસવા ઘરે-ઘરે ફર્યા હતા. તાવ હોય તેવી તમામ વ્યક્તિઓનું તેઓ ટેસ્ટિંગ કરતા હતા અને પોઝિટિવ કેસોને આઇસોલેશનમાં રાખી દેતા હતા.

આ વધારાના પગલાંથી ચીન વાઇરસને અંકુશમાં લાવવામાં સફળ નીવડ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.