ETV Bharat / international

અફઘાનિસ્તાન મસ્જિદ બ્લાસ્ટ : 100 થી વધુ લોકોના મોતની આશંકા, IS એ હુમલાની જવાબદારી લીધી

તાલિબાન પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે, શુક્રવારે ઉત્તર અફઘાનિસ્તાનની એક મસ્જિદ(AFGHANISTAN MOSQUE BLAST)માં શક્તિશાળી વિસ્ફોટથી લગભગ 100 લોકોના મોત થયા છે. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) એ મસ્જિદમાં થયેલા બોમ્બ ધડાકાની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે, તેના આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

AFGHANISTAN MOSQUE BLAST
AFGHANISTAN MOSQUE BLAST
author img

By

Published : Oct 9, 2021, 7:24 AM IST

Updated : Oct 9, 2021, 8:38 AM IST

  • મસ્જિદને નિશાન બનાવીને IS દ્વારા વિસ્ફોટ કરાયો
  • આત્મઘાતી હુમલાખોરમાં શિયા અને તાલિબાન નિશાને
  • વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયાનો અહેવાલ

કાબુલ : ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મસ્જિદને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટ(AFGHANISTAN MOSQUE BLAST)માં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટના સંબંધમાં તાલિબાન પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે ઉત્તર અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શિયા મુસ્લિમ ઉપાસકો પર વિસ્ફોટ થયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા અથવા ઇજાગ્રસ્ત થયા છે.

હુમલાની ISએ લીધી જવાબદારી

આ દરમિયાન, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) એ મસ્જિદમાં બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે, તેના આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. IS સાથે જોડાયેલી અમાક ન્યૂઝ એજન્સીએ કુંદુઝ પ્રાંતની એક મસ્જિદમાં બપોરે નમાઝ દરમિયાન વિસ્ફોટ થયાના કલાકો બાદ આ દાવાની જાણકારી આપી હતી.

શિયાઓ અને તાલિબાન બન્ને નિશાને

ISએ તેના દાવામાં આત્મઘાતી હુમલાખોરને ઉઇગર મુસ્લિમ તરીકે ઓળખ આપી હતી અને કહ્યું હતું કે, આ હુમલામાં શિયાઓ અને તાલિબાન બન્નેને નિશાન બનાવવામાં આવ્યા છે, જે ઉઇગરોની માંગણીઓ પૂર્ણ કરવા માટે ચીન સામે અવરોધ ઉભો કરી રહ્યા છે. તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, 46 નમાજીઓ માર્યા ગયા અને 143 ઇજાગ્રસ્ત થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે.

ISના નિશાના પર હજારા સમુદાય

ઇસ્લામિક સ્ટેટ જૂથના આતંકવાદીઓનો અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમ લઘુમતી પર હુમલો કરવાનો લાંબો ઇતિહાસ છે. શુક્રવારે નિશાન બનેલા લોકો હજારા સમુદાયના છે, જે લાંબા સમયથી સુન્ની બહુમતી ધરાવતા દેશમાં ભેદભાવનો શિકાર છે. આ હુમલો ઓગસ્ટના અંતમાં અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નાટો સૈનિકોને પાછો ખેંચી લેવા અને દેશ પર તાલિબાનના કબજા બાદ થયો છે.

મસ્જિદના પ્રવેશદ્વારને નિશાન બનાવાયું

આ પહેલા સમાચાર એજન્સી ANIને એએફપી દ્વારા ટાંકતા કહ્યું હતું કે, હોસ્પિટલ સૂત્રોએ લગભગ 50 લોકોના મૃત્યુની સંભાવના વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અફઘાનિસ્તાનમાં કાબુલ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. 3 ઓક્ટોબર રવિવારે અફઘાનિસ્તાનની રાજધાનીમાં એક મસ્જિદના પ્રવેશદ્વારને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

Last Updated : Oct 9, 2021, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.