- વિમાનના પૈડાને પકડીને કાબુલથી ભાગી જવાનો લોકોનો પ્રયાસ
- વિમાન હવામાં પહોંચ્યા બાદ 2 વ્યક્તિ જમીન પર પટકાયા
- અમેરિકા એરપોર્ટ પર સુરક્ષા વધારવા 6000 સૈનિકો મોકલશે
હૈદરાબાદ : અફઘાનિસ્તાનમાં તાલિબાની સંકટ જોવા મળી રહ્યું છે, દેશમાં તાલિબાનીઓને કારણે લોકો શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળોએ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાલિબાનના કબજા વચ્ચે અફઘાનિસ્તાનમાં લોકોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો પોતે વિમાનના પૈડાને પકડીને કાબુલથી ભાગી જવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જો કે, આ ભયાનક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જેઓએ વિમાનના પૈડાને પકડી રાખ્યા છે, તેઓ વિમાન હવામાં ઉડ્યા બાદ નીચે પડતા નજરે ચડ્યા હતા.
-
Kabul: people who tied themselves to the plane wheels - fell off the plane pic.twitter.com/Lm5YDbizlw
— Amichai Stein (@AmichaiStein1) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kabul: people who tied themselves to the plane wheels - fell off the plane pic.twitter.com/Lm5YDbizlw
— Amichai Stein (@AmichaiStein1) August 16, 2021Kabul: people who tied themselves to the plane wheels - fell off the plane pic.twitter.com/Lm5YDbizlw
— Amichai Stein (@AmichaiStein1) August 16, 2021
ઉડતા વિમાનમાંથી 2 લોકો નીચે પડ્યા
ઇઝરાયલના સરકારી બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(Israeli public broadcasting corporation) સાથે સંકળાયેલા અમીચાઇ સ્ટેઇન (Amichai Stein) એ બે સમાન વીડિયો ટ્વિટ કર્યા છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે, કાબુલમાં વિમાનના પૈડા સાથે પોતાને જકડી રાખનારા લોકો વિમાનમાંથી નીચે પડી ગયા હતા.
-
Kabul airport pic.twitter.com/mox1IG0SzM
— Amichai Stein (@AmichaiStein1) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kabul airport pic.twitter.com/mox1IG0SzM
— Amichai Stein (@AmichaiStein1) August 16, 2021Kabul airport pic.twitter.com/mox1IG0SzM
— Amichai Stein (@AmichaiStein1) August 16, 2021
યુએસ એરફોર્સના વિમાન સાથે દોડતા લોકો
અન્ય એક ટ્વિટમાં, અમીચાઈ સ્ટેઈનએ વીડિયો દ્વારા જણાવ્યું છે કે, લોકોમાં એટલી અસુરક્ષા છે, કે તેઓ અમેરિકન વિમાન સાથે રનવે પર દોડતા જોવા મળે છે. આ વીડિયોમાં દેખાતું વિમાન યુએસ એરફોર્સનું છે.
અમેરિકા 6000 સૈનિકોને સુરક્ષા માટે મોકલશે
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર સ્થિતિ ઘણી ખરાબ છે. હજારો લોકોની ભીડ ત્યાં ભેગી થઈ છે. દરેક વ્યક્તિ દેશની બહાર જવા માંગે છે, પરંતુ ત્યાં કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ નથી. આ દરમિયાન, એરપોર્ટ પર ફાયરિંગની ઘટના બાદ ગભરાટ વધુ ફેલાયો છે. ફાયરિંગમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અમેરિકાએ ખાતરી આપી છે કે, તે ટૂંક સમયમાં એરપોર્ટ પર સુરક્ષા વધારવા માટે 6000 સૈનિકો મોકલી રહ્યું છે.
કાબુલ એરપોર્ટ પર પહોંચેલા લોકોમાંથી ફૂટબોલર જાકી અનવારી પણ સામેલ હતો
અફઘાન સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, કાબુલ પર તાલિબાનના કબજા પછી 16 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર પહોંચેલા લોકોમાં જાકી અનવારી પણ સામેલ હતો. અફરાતફરીમાં તે ઉડાન ભરવા જઈ રહેલા સી-17 કાર્ગો પ્લેન પર ચડી ગયો હતો, પરંતુ પડી જવાથી તેનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, અનવારીનું મોત થયું છે. રિપોર્ટ અનુસાર, અનવારીનું મોતની પુષ્ટિ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સ્પોર્ટ્સે (Confirmed Directorate General of Sports) કરી હતી.
ફેસબુક પેજ પર જાકી અનવારીની મોતનો ખુલાસો થયો
સૌથી પહેલા અફઘાનિસ્તાન ફૂટબોલ ટીમના એક ફેસબુક પેજ પર જાકી અનવારીની મોતનો ખુલાસો થયો હતો. શેસબુક પેજ પર જાકી અનવારીનો ફોટ શેર કરતા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ જણાવવામાં આવ્યું હતું કે, તેનું મોત વિમાનથી પડ્યા પછી થયું છે. જાકી અનવારી અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય યુવા ફૂટબોલ ટીમનો ભાગ હતો.