લાહોર: વડાપ્રધાન ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ લઘુમતી હિન્દુઓને નિશાન બનાવી અપમાનજનક સૂત્રચ્ચાર વાળા પોસ્ટરોને લઇને તેના લાહોર મહાસચિવને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે મીડિયામાં આવેલા શનિવારના સમાચારમાં કહેવામાં આવ્યું હતું.
કાશ્મીર એકતા દિવસના સંબંધમાં મિયાં અકરમ ઉસ્માને આ પોસ્ટરો લગાવ્યા હતાં.
આ પોસ્ટરોમાં નારો લખવામાં આવ્યો હતો કે, 'હિન્દુ બાત સે નહીં,...સે માનતે હે. આને લઇને લોકોએ તેમની પાર્ટીની ટીકા કરી હતી. જેથી ઉસ્માને જાહેરમાં લગાવવામાં આવેલા પોસ્ટરોને લઇને લાહોરમાં માફી માગી હતી.
જિયો ન્યૂઝના સમાચાર અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ તેના લાહોર ચેપ્ટરના જનરલ સેક્રેટરીને સસ્પેન્ડ કરી દીધા છે.
પાર્ટીએ ઉસ્માનને કારણદર્શક નોટિસ પણ આપી છે. આ વિષય એક વિશેષ સમિતિને પણ મોકલવામાં આવ્યો છે.
જો કે, ઉસ્માને આ અપમાનજનક પોસ્ટરો માટે પ્રિન્ટરને દોષી ઠેરવતાં કહ્યું હતું કે, તેઓ (ભારત) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માગતા હતા, પરંતુ પ્રિન્ટરે ભૂલથી મોદી શબ્દની જગ્યાએ હિન્દુ શબ્દ લઇ લીધો.
તેમણે ટ્વીટ કર્યું, 'હું સરહદની બન્ને તરફ રહેનારા તમામ શાંતિપૂર્ણ હિન્દુઓની માફી માગુ છું. મારા ધ્યાનમાં આવ્યા બાદ બધા પોસ્ટરો તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે.