ઈસ્લામાબાદ: વડાપ્રધાન ઇમરાન ખાનના પ્રધાનમંડળના લગભગ સાત સભ્યોની બે રાષ્ટ્રીયતા છે અથવા તો અન્ય દેશોના કાયમી રહેવાસી છે. બિન-ચૂંટાયેલા સભ્યોની સંપત્તિ અને રાષ્ટ્રીયતા જાહેર કરવા વિપક્ષ દ્વારા વધતી માગને લઇ સરકારે આ વિગતોથી જાહેર કરી હતી.
સરકાર દ્વારા કેબિનેટની વેબસાઇટ પર આ સભ્યોની સંપત્તિ અને રાષ્ટ્રીયતાની વિગતો મુકવામાં આવી છે. વધતી માગને લઇ સરકારે આ પગલું ભર્યું છે.પાકિસ્તાનના માહિતી પ્રધાન શિબલી ફરાજે ટ્વિટ કર્યું છે કે, વડા પ્રધાન ઇમરાન ખાનની સૂચના પર આ માહિતી જાહેર કરવામાં આવી છે. વડા પ્રધાનની નજીકના લોકોને તેમની સંપત્તિ જાહેર કરવા વિપક્ષ દ્વારા માગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે બે રાષ્ટ્રીયતા ધરાવતા તમામ સભ્યો બિન-ચૂંટાયેલા છે અને વડા પ્રધાનના વિશેષ સહાયકો તરીકે કામ કરી રહ્યા છે, જેને SAPM તરીકે પણ ઓળખાય છે.વડા પ્રધાનના 20 વિશેષ સલાહકારો કે જેઓ બે રાષ્ટ્રીયતા ધરાવે છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.
બે રાષ્ટ્રીયતા ધરાવનાર બાબતે રાજનીતિક સલાહકાર શાહબાઝ ગિલ (US) પેટ્રોલિયમના સલાહકાર નદીમ બાબર (US),વિદેશી બાબતોના સલાહકાર સૈયદ ઝુલ્ફિકાર બુખારી (UK) અને રાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સલાહકાર મોઈદ યુસુફ (US) નો સમાવેશ થાય છે.
આ યાદીમાં શાહજાદ કાસિમ (US), સંસદીય સંકલનના એડવોકેટ નદીમ અફઝલ ગોંડલ (કેનેડા) અને પાવર વિભાગ અને ડિજિટલ પાકિસ્તાન સલાહકાર તાનિયા એસ એડ્રસ (કેનેડા અને સિંગાપોર) નો પણ સમાવેશ થાય છે.
સરકારે જાહેર કરેલા નિવેદનમાં બિન-ચૂંટાયેલા સલાહકારોની વિગતો વિશે ખુલાસો થયો છે. બાબરની સંપત્તિ પાકિસ્તાનમાં 31 કરોડ અને યુએસમાં 31 કરોડ રૂપિયાથી વધુની છે. તેની વ્યવસાયની રકમ રૂપિયા 2.15 અબજથી વધુ છે.
પાકિસ્તાનના બંધારણ મુજબ વિદેશી નાગરિક પાકિસ્તાનમાં ચૂંટણી લડી શકતા નથી. ચૂંટણી લડનારા તમામ લોકો ચૂંટણી પહેલા તેમની સંપત્તિ જાહેર કરે છે. જો કે, ચૂંટાયેલા સભ્યો માટે આવી કોઈ જોગવાઈ હોતી નથી.