ચિનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થવાથી ભારે નુકસાન થયું છે. વિસ્ફોટમાં લગભગ 15 લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
શાક્શી કોલસા ખાણ સુરક્ષા પ્રશાસને જણાવ્યું કે, સોમવારે 35 મજુર પિંગ્યાઓ કાઉન્ટી ક્ષેત્રની કોલસા ખાણમાં કામ કરી રહ્યાં હતા.
અધિકારિઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા છે. સરકારી સમાચાર એંજન્સી શિન્હુઆ મુજબ, 11 મજુરને સફળતાપૂર્વક સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે.