NASAએ 50મી વર્ષગાંઠની ઊજવણી સમયે ચંદ્રયાનની લોન્ચિંગ ફૂટેડને ઑનલાઇન સ્ટ્રીમ કરી નવી પેઢીને ઐતિહાસિક દ્રશ્ય જોવા માટે તક આપી છે. આ ઐતહાસિક ક્ષણને 50 વર્ષ પહેલાં લગભગ 50 કરોડ લોકોએ નિહાળી હતી.
ચંદ્રની ધરતી પર પહોંચ્યા બાદ કમ્યુનિકેશન કરનારા ચાર્લી ડ્યૂકે હ્યૂસ્ટન સ્થિત મિશન કંટ્રોલમાં જવાબ આપતા કહ્યું હતું કે, રોઝરસ ટ્રેક્વિલીટી. અમે જમીન પરથી તમારી નકલ કરી રહ્યા છીએ. તમારી પાસે અમુક એવા લોકો છે જે ભૂરા રંગના થવા જઈ રહ્યા છે.અમે ફરી વખત શ્વાસ લઈ રહ્યા છીએ.
અંતરિક્ષ યાને ચંદ્ર પર ઊતરતા જ અપોલો-11ના કમાંડર નીલ આર્મસ્ટ્રોંગે કહ્યું કે, 'હ્યૂસ્ટન ટ્રેક્વિલિટી બેસ અહીં છે'. ઈગલ ઊતરી ગયું છે.
યાનના ચંદ્ર પર ઊતરણ કર્યાની થોડી જ ક્ષણો બાદ જ નીલ આર્મસ્ટ્રોંગે કદમ રાખતા જ આ ઐતહાસિક વાક્ય કહ્યું હતુ ક્, આ કદમ માણસ માટે નાનું છે, પરંતુ માનવતા માટે એક લાંબી છલાંગ છે. જે બાદ વિમાનમાં રહેલા તેમના સાથી બજ એલ્ડ્રિન અને માઈકલ કૉલિંસ પણ ચંદ્ર પર ઊતરી ગયા હતા.
ચંદ્ર પર ઊતરનાર બીજા વ્યક્તિ એલ્ડ્રિને શનિવારે ટ્વીટ કરી કહ્યું કે, અમે સૌની પહેલા ગયા હતા. અમે ચંદ્ર પર ત્યારે ઊતર્યા હતા, જ્યારે 25 કરોડ અમેરિકનો અમને પાછળથી જોઈ રહ્યા હતા. આ મિશન અમેરિકાની ભવિષ્યની પેઢીનું છે. જે ફરીથી ચંદ્ર સુધી પહોંચવા માંગે છે.