વોશિંગ્ટન: કોરોના વાઇરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 20000થી વધુ લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર મોટો આરોપ મૂકયો છે. ટ્રમ્પનું કહેવું છે કે કોરોના વાઇરસના મદ્દે WHOએ ચીનનો પક્ષ લીધો છે અને તેને બચાવા પ્રયાસ કર્યો છે.
વ્હાઈટ હાઉસમાં પત્રકારોને ટ્રમ્પે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં કોરોના વાઇરસને લઈને જ્યારે પણ ચેતવણી આપવાની સ્થિતિ ઉભી થઈ ત્યારે WHO દ્વારા ચેતવણી આપવાની જગ્યાએ જાણકારી છુપાવવામાં આવી હતી.WHO સતત ચીનનો પક્ષ લઈ રહ્યુ છે અને તેને બચાવતુ રહ્યુ છે.જો દુનિયાને પહેલા જ આ બાબતની પૂરતી જાણકારી અપાઈ હોત તો આટલા લોકોના મોત થયા ના હોત.
આની પહેલાં પણ ટ્રમ્પ કોરોના વાઇરસના મુદ્દા પર ચીનને સતત ઘેરતું આવ્યું છે. એટલું જ નહીં તેઓ સતત ચીની વાઇરસ જ કહી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે અમેરિકામાં કોરોના વાઇરસના લીધે હાહાકાર મચી ગયો છે. નેશનલ ઇમરજન્સીની જાહેરાત પણ થઇ ચૂકી છે અને અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારે 67000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. એવામાં આ સૌથઈ મોટો ખતરો બની ગયો છે.
જો દુનિયાભરની વાત કરીએ તો 20000થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે. આ સિવાય ઇરાન, ચીન, સ્પેન અને અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે.