વોશિંગ્ટન: કોરોના વાઈરસના નિવારણ અંગે ચીન વિરુદ્ધ કડક વલણ વચ્ચે વ્હાઇટ હાઉસે બુધવારે આક્રમક આર્થિક નીતિઓ, લશ્કરી માળખાકીય સુવિધાઓ વિસ્તૃત કરવા, ખોટી માહિતી ફેલાવવા અને માનવાધિકારનું ઉલ્લંઘન કરવા પર બેઇજિંગ પર નિશાન સાધ્યું છે.
વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં અમેરિકાની નીતિમાં કોઈ બદલાવ દર્શાવવામાં નથી આવ્યો, પરંતુ હા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક નીતિ અપનાવી છે, જે કોરોના વાઈરસ સામે લડવું એ ચીને ભારે પડશે, કારણ કે, આ વાઈરસને લીધે હજારો લોકો અમેરિકામાં બેરોજગાર થયાં છે.
વ્હાઈટ હાઉસના જારી થયેલી રિપોર્ટ પહેલાં માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે, મીડિયાનું ધ્યાન હાલની મહામારીના જોખમ પર છે, પરંતુ ચીનની એ કમ્યુનિસ્ટ પાર્ટી પર ધ્યાન નથી જેને સૌથી મોટો પડકાર આપ્યો છે.
તેમણે કહ્યું, '1949 થી ચીન પર ક્રૂર, સરમુખત્યારશાહી સરકાર શાસન કરે છે. દાયકાઓ સુધી, અમે વિચારતા રહ્યા કે તે સરકાર અમારી જેવી બનશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં તેમનો વિકાસશીલ દેશ તરીકે સમાવેશ કરવામાં આવ્યો , છતાં પણ આવું બન્યું નહીં.
યુ.એસ. અને ચીન તેમની શક્તિ બતાવવા હંમેશા સ્પર્ધામાં રહેતું હોય છે. જેનું આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં તાજુ ઉદાહરણ જોવાં મળ્યું. વીડિયો કોન્ફરન્સ દ્વારા સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીની વાર્ષિક બેઠકમાં ભાગ લેનારા શી ચિનફિંગે વધુ ભંડોળ અને સહાયની ઓફર કરી છે.
આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્ર લખી WHO પર ચીન સાથે મળી કોરોના વાઈરસ મામલો ઢાંકવાનો આક્ષેપ કર્યો છે. તેમજ અમેરિકા તરફથી મળતી સહાય અને ફંડને રોકવાની પણ ધમકી આપી છે.