ઓરેગન: અમેરિકાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. અધિકારીઓએ ગયા અઠવાડિયામાં જણાવ્યું હતું કે, એશલેન્ડ વિસ્તારમાં જંગલમાં આગ લાગી હતી. જેમાં લગભગ 50થી વધુ લોકો ગુમ થયા હતા, જોકે જેક્સન કાઉન્ટીના શેરિફ કાર્યાલય મુજબ,આગમાં 4 લોકોના મોત થયા હતા.

છેલ્લા એક અઠવાડિયામાં ઓરેગનમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા લોકો ગુમ છે અને મૃત્યુઆંક વધી શકે છે. તે જ સમયે, કેલિફોર્નિયામાં 24 અને વોશિંગ્ટનમાં એક વ્યક્તિનું મોત થયું છે.
