નવી દિલ્હી: યુએસ સરકારે તેની સહાય એજન્સી યુએસએઆઇડી દ્વારા ભારતમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડવા માટે વધારાના 30 લાખ ડૉલરની સહાયની જાહેરાત કરી છે.
આ અગાઉ 6 એપ્રિલના રોજ યુએસએઆઇડીએ કોરોના વાઇરસ સામેની લડતમાં 29 લાખ યુએસ ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી.
ભારતમાં યુએસના રાજદૂત કેનેથ જસ્ટરે કહ્યું કે, આ વધારાની સહાય ભારતને કોવિડ-19 સામેના યુદ્ધમાં મદદ કરશે અને ભારત અને અમેરિકા વચ્ચેની આ ભાગીદારી એ એક મહત્ત્વનું ઉદાહરણ છે.
યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસઆઈડી) એ વૈશ્વિક સ્તરે મુખ્ય સપોર્ટ એજન્સીઓમાની એક છે.
કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા યુએસઆઈડી દ્વારા ભારતને અત્યાર સુધીમાં 59 લાખ ડોલરની સહાય કરવામાં આવી છે.