વોશિંગ્ટનઃ અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સની પ્રેસ સેક્રેટરી કેટી મિલર પણ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ છે. વ્હાઈટ હાઉસે શુક્રવારે આ અંગે માહિતી આપી છે. કેટી આ અઠવાડિયે સંક્રમિત થનારી એવી બીજી વ્યક્તિ છે, જે વ્હાઈટ હાઉસમાં કાર્યરત છે.
જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઇરસના ફેલાવાને લઇને ચિંતિંત નથી.
અધિકારીઓએ જણાવ્યું કે, તે પરિસરની સુરક્ષા માટે પ્રોટોકોલ કડક કરી રહ્યા છે.
કેટી શુક્રવારે સંક્રમિત થઇ છે. તે તાજેતરમાં પેન્સના સંપર્કમાં આવી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ તેમની સાથે કોઈ મુલાકાત કરી નથી. તે ટ્રમ્પના મુખ્ય સલાહકાર સ્ટીફન મિલરની પત્ની છે.
વ્હાઈટ હાઉસે આ અંગે કોઈ માહિતી આપી નથી કે, શું સ્ટીફન મિલરની પણ તપાસ કરવામાં આવી છે કે, તે હજૂ વ્હાઈટ હાઉસમાં કાર્યરત છે.
સંક્રમિત થયાના એક દિવસ અગાઉ બુધવારે કેટીનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે, આ દર્શાવે છે કે જરૂરી નથી તપાસ હંમેશા સાચું જ આવે.