ETV Bharat / international

US સેક્રેટરી બ્લિન્કને પાકિસ્તાન આર્મીના વડા સાથે અફઘાનિસ્તાનની ચર્ચા કરી - અફઘાનની આગેવાની-અફઘાનની માલિકી

USના રાજ્ય સચિવ એન્ટોની જે. બ્લિન્કન અને જનરલ કમર જાવેદ બાજવા, પાકિસ્તાનના ચીફ આર્મી સ્ટાફે બુધવારે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ અફઘાનની શાંતિ મંત્રણા અને તેમના દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ સંબંધિત વિકાસ અંગે ચર્ચા કરી હતી.

US
US
author img

By

Published : Apr 15, 2021, 1:13 PM IST

  • તુર્કી ઈસ્તંબુલ પરિષદનું આયોજન કરશે
  • US અને અફઘાનિસ્તાનના સેક્રેટરિઝે સામૂહિક ભાવિ વિશે ચર્ચા કરી હતી
  • પાકિસ્તાનનું “અફઘાનની આગેવાની-અફઘાનની માલિકી” શાંતિ પ્રક્રિયાને સમર્થન

નવી દિલ્હી: પાકિસ્તાનના આંતર-સેવા પબ્લિક રિલેશન (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, USના રાજ્ય સચિવ એન્ટોની જે. બ્લિન્કને બુધવારે પાકિસ્તાનના ચીફ આર્મી સ્ટાફ જનરલ કમર જાવેદ બાજવાને અફઘાન શાંતિના વાટાઘાટોને લગતા વિકાસની ચર્ચા કરી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.

પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરાઈ

અલ કાયદાના 9/11 હુમલાની 20મી વર્ષગાંઠ નિમિત્તે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને 11 સપ્ટેમ્બર 2020 સુધીમાં અફઘાનિસ્તાનથી US સૈનિકોને પાછા ખેંચવાની ઘોષણા કરી હતી. વાતચીત દરમિયાન પરસ્પર હિતની બાબતો, અફઘાન શાંતિ પ્રક્રિયાના તાજેતરના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર સહિતની પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

પાકિસ્તાન શાંતિ પ્રક્રિયાને સમર્થન આપશે

COASએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશાં તમામ હિતેચ્છુઓની પરસ્પર સંમતિના આધારે “અફઘાનની આગેવાની-અફઘાનની માલિકી” શાંતિ પ્રક્રિયાને સમર્થન આપશે. USના અધિકારીઓએ પણ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે પાકિસ્તાનના સતત પ્રયત્નોને સ્વીકાર્યું અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો:ભારતની અફઘાન નીતિ

NATO સેક્રેટરી-જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગ સાથે મુલાકાત

US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની જે. બ્લિન્કને બેલ્જિયમના બ્રસેલ્સમાં NATO સેક્રેટરી-જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગ સાથે મુલાકાત કરી હતી. US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સેક્રેટરી બ્લિંકન અને સેક્રેટરી જનરલ સ્ટોલ્ટેનબર્ગે અફઘાનિસ્તાનમાં તેમના સામૂહિક ભાવિ વિશે ચર્ચા કરી હતી.

NATO માટે યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવું જરૂરી

તેમણે યુક્રેનની સરહદો અને કબજે કરેલા ક્રિમીઆમાં રશિયાની આક્રમક લશ્કરી રચના બંધ કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી જેમાં સેક્રેટરી અને સેક્રેટરી જનરલ સંમત થયા હતા કે NATO માટે યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવું જરૂરી છે. અફઘાન શાંતિ પ્રક્રિયા અંગે ઇસ્તંબુલ પરિષદ અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે 24 એપ્રિલથી 4 મે દરમિયાન યોજાવા જઈ રહી છે.

આ પણ વાંચો:અમેરિકન ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીનો રિપોર્ટ, પાકિસ્તાનને જવાબ આપવા ભારત વધુ સૈન્ય બળનો ઉપયોગ કરી શકે છે

US કરશે અફઘાનિસ્તાનની મદદ

સેક્રેટરી બ્લિન્કને જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને અફઘાનિસ્તાનમાં શાંતિને ટેકો આપવા માટેના એકીકૃત અભિગમ અંગે ચર્ચા કરવા UN દ્વારા ભારત સહિત છ દેશોના પ્રતિનિધિઓની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ મૂકતો પત્ર લખ્યો હતો. US અફઘાનિસ્તાનની વર્ષો જુની હિંસાને સમાપ્ત કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.